Not Set/ અમેરિકા સામે ખતરો, દાયકાઓમાં સૌથી મોટી હિમવર્ષા થવાની આશંકા

અમેરિકા સામે ખતરો, દાયકાઓમાં સૌથી મોટી હિમવર્ષા થવાની આશંકા

World Trending
વ૧ 31 અમેરિકા સામે ખતરો, દાયકાઓમાં સૌથી મોટી હિમવર્ષા થવાની આશંકા

અમેરિકાને એક બાદ એક આફતનો સામનો કરવાનો વારો આવ્યો છે.  પહેલા કોરોના ને હવે શિયાળાના અંતમાં વાવાઝોડાં સક્રિય બનતાં સપ્તાહાંતમાં હવામાન વિનાશક બનવાની આશંકા છે.  વાવાઝોડાંના લઈને  હિમવર્ષા થવાની આશંકા સેવાઈ રહી છે.

વ૧ 32 અમેરિકા સામે ખતરો, દાયકાઓમાં સૌથી મોટી હિમવર્ષા થવાની આશંકા

એક બાદ એક અમેરિકા પર આફત

આવી રહ્યું છે અમેરિકામાં વાવાઝોડું

હિમવર્ષાની કરી આગાહી

ફ્લાઈટ્સ કરાઈ રદ

અમેરિકામાં શિયાળાના અંતમાં વાવાઝોડાં સક્રિય બનતાં સપ્તાહાંતમાં હવામાન વિનાશક બનવાની આશંકા છે. પૂર્વના પર્વતીય વિસ્તારો અને પશ્ચિમના મેદાની પ્રદેશોમાં ધીમી ગતિએ આગળ વધી રહેલા વાવાઝોડાંના પગલે આ વિસ્તારોમાં દાયકાઓમાં સૌથી મોટી હિમવર્ષા થવાની આશંકા છે. સ્ટોર્મ પ્રિડિક્શન સેન્ટરે પણ વાવાઝોડાં માટે પાંચ સ્તરની હવામાનની ચેતવણીમાંથી ત્રીજા સ્તરની ચેતવણી જાહેર કરી છે.  કેયને સહિત વ્યોમિંગ અને નેબ્રાસ્કામાં ત્રણ લાખથી વધુ લોકોને બ્લિઝાર્ડ જ્યારે ૭૦ લાખથી વધુ લોકોને વિન્ટર સ્ટોર્મની ચેતવણી અપાઈ છે. ડેનેવરમાં વાવાઝોડાંના કારણે ૨,૦૦૦થી વધુ ફ્લાઈટ્સ રદ કરાઈ છે.

strome 1 1 અમેરિકા સામે ખતરો, દાયકાઓમાં સૌથી મોટી હિમવર્ષા થવાની આશંકા

વાવાઝોડને પગેલ લોકોને ઘરની બહાર ન નિકળવાની સલાહ આપવામાં આવી છે. અમેરિકાના દક્ષિણ મેદાની ક્ષેત્રમાં હિમવર્ષા સાથે આવેલા તોફાનના કારણે વાહનોના પરીવહન સાથે વિમાનના ટ્રાફિક પર પણ અસર થઈ છે. ડેનેવરમાં બરફના તોફાનના કારણે એકબાજુ માર્ગ પરિવહન પર અસર થઈ છે.  તો ડેનેવર બીજી બાજુ ડેનેવર આંતરરાષ્ટ્રીય એરપોર્ટના પ્રવક્તા એમિલી વિલિયમ્સે જણાવ્યું કે, શનિવારે સવારે એરપોર્ટ પર ભારે ભીડ રહી હતી, પરંતુ અંદાજે ૭૫૦ ફ્લાઈટ્સ કેન્સલ કરાઈ હતી.

strome 1 અમેરિકા સામે ખતરો, દાયકાઓમાં સૌથી મોટી હિમવર્ષા થવાની આશંકા

વાવાઝોડાંની સિસ્ટમ આગામી બે દિવસમાં પૂર્વ તરફ ફંટાઈ હોવાથી દક્ષિણ-પૂર્વ વિસ્તારોમાં પૂરની અસર જોવા મળી શકે છે. અલાબામા અને જ્યોર્જિના અનેક ભાગોમાં સોમવાર અને મંગળવારે બેથી ચાર ઈંચ વરસાદ પડવાની શખ્યતા છે. ટેક્સાસમાં રેન્ડલ કાઉન્ટીના શેરિફ ક્રિસ્ટોફર ફોર્બિસે ચેતવણી આપી હતી કે વાવાઝોડાના કારણે અનેક વિસ્તારોમાં વીજળી ખોરવાઈ શકે છે. કેટલાક વિસ્તારોમાં એક સાથે બે ટોર્નેડો સક્રિય થતાં બેઝબોલના આકારના કરાં પડયાં હતા.