Not Set/ ઉત્તર પ્રદેશ: સહારનપુર રેલ્વે સ્ટેશન અને શાકુમ્ભરી દેવી મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી

ઉત્તર પ્રદેશમાં સહારનપુર રેલ્વે સ્ટેશન અને શાકુમ્ભરી દેવી મંદિરને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકી ભર્યો પત્ર રેલ્વે પોલીસ પ્રશાસનને મળ્યો છે. રાજકીય રેલ્વે પોલીસ અશોક સિસોદિયાએ બુધવારે જણાવ્યું હતું કે અંબાલા રેલ્વે સ્ટેશનના નિદેશક બી. એસ ગીલને ધમકી ભર્યો પત્ર મળ્યો છે. આ પત્રમાં લખ્યું છે કે ૨૦ ઓક્ટોમ્બરથી ૧૦ નવેમ્બરની વચ્ચે સહાનપુર રેલ્વે સ્ટેશન અને […]

India Trending
op 1 ઉત્તર પ્રદેશ: સહારનપુર રેલ્વે સ્ટેશન અને શાકુમ્ભરી દેવી મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી

ઉત્તર પ્રદેશમાં સહારનપુર રેલ્વે સ્ટેશન અને શાકુમ્ભરી દેવી મંદિરને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકી ભર્યો પત્ર રેલ્વે પોલીસ પ્રશાસનને મળ્યો છે.

રાજકીય રેલ્વે પોલીસ અશોક સિસોદિયાએ બુધવારે જણાવ્યું હતું કે અંબાલા રેલ્વે સ્ટેશનના નિદેશક બી. એસ ગીલને ધમકી ભર્યો પત્ર મળ્યો છે. આ પત્રમાં લખ્યું છે કે ૨૦ ઓક્ટોમ્બરથી ૧૦ નવેમ્બરની વચ્ચે સહાનપુર રેલ્વે સ્ટેશન અને શાકુમ્ભરી દેવી મંદિરને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે.

ન્યુઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે અશોક સિસોદિયાએ કહ્યું હતું કે આ પત્ર લખનારા પોતાને આતંકવાદી સંગઠન લશ્કર-એ-તોયબાનો સભ્ય જણાવે છે. તો બીજી તરફ સુરક્ષા બળને એવું લાગે છે આ પત્ર કોઈકે મસ્તીમાં લખ્યો છે.

હાલ સુરક્ષાબળ દ્વારા આ મામલાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.