ગેંગરેપ/ દિલ્હીમાં નવ વર્ષની બાળકી પર સામુહિક બળાત્કાર બાદ કરી હત્યા,પુજારી સહિત 3ની ધરપકડ

પરિવારના સભ્યોના નિવેદનના આધારે  પુજારી સહિત અન્ય ત્રણ વિરુદ્ધ હત્યા, સામુહિક બળાત્કાર, પુરાવા છુપાવવા, પોક્સો, એસટીએસસી એક્ટ અને 506 કલમો હેઠળ કેસ નોંધ્યો છે

Top Stories
gang rap દિલ્હીમાં નવ વર્ષની બાળકી પર સામુહિક બળાત્કાર બાદ કરી હત્યા,પુજારી સહિત 3ની ધરપકડ

દિલ્હી કેન્ટના પુરાના નંગલ રાય ખાતેના સ્મશાન ભૂમિ પર 9 વર્ષની બાળકી પર સામુહિક બળાત્કાર બાદ હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. બાળકીની હત્યા કર્યા બાદ આરોપીએ તેના મૃતદેહને સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર કર્યો હતો. આરોપીએ માતા -પિતાની સંમતિ વિના અંતિમ સંસ્કાર કર્યા. પરિવારના સભ્યોને આનો વિરોધ કર્યો અને તેમના સંબધીઓ સાથે હંગામો શરૂ કર્યો હતો  બાદમાં સેંકડો લોકો તેમની મદદ કરવા ભેગા થયા હતા.

આ બનાવની જાણ પોલીસને થતાં  દિલ્હી કેન્ટ પોલીસ સ્ટેશન ઘટના સ્થળે  પહોંચી હતી. પરિવારના સભ્યોના નિવેદનના આધારે  પુજારી સહિત અન્ય ત્રણ વિરુદ્ધ હત્યા, સામુહિક બળાત્કાર, પુરાવા છુપાવવા, પોક્સો, એસટીએસસી એક્ટ અને 506 કલમો હેઠળ કેસ નોંધ્યો છે પોલીસ આ મામલે પુજારી સહિત ચાર આરોપીઓની ધરપકડ કરીને તપાસ કરી રહી છે. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ઇંગિત પ્રતાપ સિંહે જણાવ્યું કે રવિવારે રાત્રે લગભગ 10.30 વાગ્યે પોલીસને નવ વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યા કરવામાં આવી હોવાની માહિતી મળી હતી  અને મૃતદેહને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો છે.  બસોથી વધુ લોકો સ્મશાનની બહાર હંગામો મચાવી રહ્યા છે. માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને બાળકીની માતાની પૂછપરછ કરી હતી.

બાળકીની માતાએ પોલીસને જણાવ્યું કે, રવિવારે સાંજે લગભગ 5.30 વાગ્યે બાળકી સ્મશાનગૃહમાં લગાવવામાં આવેલા વોટર કુલરમાંથી ઠંડુ પાણી લેવાનું કહીને ઘરેથી નીકળી હતી. તે પછી તે પાછી ન આવી. 6.30 ની આસપાસ, સ્મશાન ભૂમિના પંડિત રાધેશ્યામે તેમને સ્મશાન ભૂમિ પર બોલાવ્યા. જ્યારે છોકરીનો પરિવાર ત્યાં પહોંચ્યો, ત્યારે તેમને કહેવામાં આવ્યું કે તેમના બાળકનું મૃત્યુ વીજ કરંટના કારણે થયું છે. જ્યારે છોકરીના હોઠ વાદળી હતા અને તેના કાંડા પર બર્નના નિશાન હતા.

બાળકીને જોયા બાદ તેની માતાએ પોલીસને બોલાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પૂજારીએ  અંગો ચોરાયા હોવાનું કહીને પરિવારના સભ્યોને ધમકાવ્યા હતા અને બાળકીનું અગ્નિસંસ્કાર કરાવ્યો હતો. પરિવારના ઘરે પહોંચતા જ આ વાત વિસ્તારમાં ફેલાઈ ગઈ અને લોકો સ્મશાનની બહાર ભેગા થવા લાગ્યા.સ્મશાનની બહાર હંગામો મચાવતા લોકોએ બાળકી પર બળાત્કાર કર્યા બાદ પુજારી અને તેના સાથીઓ પર આરોપ લગાવ્યો હતો. લોકોએ કહ્યું કે આરોપીએ બાળકી પર બળાત્કાર કર્યા બાદ તેની હત્યા કરી હતી. હત્યા બાદ તેઓએ પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહનો અગ્નિસંસ્કાર કર્યો.

બાળકીની માતાના નિવેદન પર દિલ્હી કેન્ટ પોલીસ સ્ટેશનએ ફોરેન્સિક ટીમ અને ક્રાઈમ ટીમને સ્થળ પર પુરાવા એકત્ર કરવા બોલાવ્યા હતા. પોલીસે પૂજારી અને તેના ત્રણ સાથીઓની ધરપકડ કરી છે. આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ વોટર કૂલરની પણ તપાસ કરી રહી છે, જેના કારણે વીજ કરંટ હોવાની ચર્ચા છે. બીજી તરફ દિલ્હી મહિલા આયોગની ટીમ પણ આ મામલે સ્થળ પર પહોંચી હતી. મહિલા આયોગની ટીમ પરિવારના સભ્યોને મળી અને તેમને મદદની ખાતરી આપતી વખતે પોલીસ પાસે કડક કાર્યવાહીની માંગ કરી છે.