Not Set/ સતત ત્રીજા વર્ષે સીએમ રૂપાણી નડાબેટમાં સરહદના જવાનો સાથે મનાવશે દિવાળીનો પર્વ

દિપાવલીનું પર્વ મુખ્યમંત્રી બનાસકાંઠાના નડાબેટમાં સરહદના સંત્રીઓ સાથે મનાવશે.ત્રીજા વર્ષે પણ સીએમ વિજય રૂપાણી દેશની સરહદની રક્ષા કરતા સુરક્ષા જવાનો સાથે દિવાળીનો પર્વ બનાવવના છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી બુધવાર, ૭મી નવેમ્બરે દિવાળીનું  પર્વ સરહદના સંત્રીઓ વચ્ચે બનાસકાંઠાના નડાબેટમાં મનાવવાના છે. વિજય રૂપાણીએ મુખ્યમંત્રી તરીકેનું શાસનદાયિત્વ સંભાળ્યુ ત્યારથી દિપાવલીનો તહેવાર પોતાના ઘર પરિવારથી દૂર દેશની સરહદે રહીને […]

Top Stories Gujarat Trending Politics
c416bf17ca32e62e1914ed870cd9df05 સતત ત્રીજા વર્ષે સીએમ રૂપાણી નડાબેટમાં સરહદના જવાનો સાથે મનાવશે દિવાળીનો પર્વ

દિપાવલીનું પર્વ મુખ્યમંત્રી બનાસકાંઠાના નડાબેટમાં સરહદના સંત્રીઓ સાથે મનાવશે.ત્રીજા વર્ષે પણ સીએમ વિજય રૂપાણી દેશની સરહદની રક્ષા કરતા સુરક્ષા જવાનો સાથે દિવાળીનો પર્વ બનાવવના છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી બુધવાર, ૭મી નવેમ્બરે દિવાળીનું  પર્વ સરહદના સંત્રીઓ વચ્ચે બનાસકાંઠાના નડાબેટમાં મનાવવાના છે.

વિજય રૂપાણીએ મુખ્યમંત્રી તરીકેનું શાસનદાયિત્વ સંભાળ્યુ ત્યારથી દિપાવલીનો તહેવાર પોતાના ઘર પરિવારથી દૂર દેશની સરહદે રહીને માતૃભૂમિની રક્ષા કરતા સુરક્ષા જવાનો સાથે ઉજવવાનો રાષ્ટ્રપ્રેમસભર સંવેદનશીલ પારિવારીક ભાવભર્યો અભિગમ અપનાવ્યો છે.

આ અભિગમને આ વર્ષે પણ ચરિતાર્થ કરતાં તેઓ બોર્ડર સિકયુરિટી ફોર્સના નડાબેટ BOP ખાતે સુરક્ષામાં તૈનાત જવાનો સાથે દિપાવલી મનાવશે અને જવાનોનું મ્હો મીઠું કરાવી પરિવારજનનો અહેસાસ-હૂંફ આપશે.

મુખ્યમંત્રીશ્રી આ સુરક્ષા જવાનો સાથે સંવાદ-વાર્તાલાપ પણ કરવાના છે.મુખ્યમંત્રી દિપાવલીના શુભ દિને બુધવાર ૭મી નવેમ્બરે સવારે ૧૦ કલાકે નડાબેટ પહોંચવાના છે.

તમને જણાવી દઈએ કે વિજય રૂપાણીએ ર૦૧૬ના વર્ષમાં પણ  દિપાવલી પર્વ બનાસકાંઠાના સરહદી ક્ષેત્ર નડાબેટમાં સુરક્ષા જવાનો સાથે ઉજવ્યું હતું.

તેમણે ર૦૧૭માં કચ્છના કોટેશ્વર સ્થિત BSF જવાનો સાથે દિપાવલી પર્વ મનાવ્યું હતું.