ઉના/ ઘેંટાને નવડાવવા જતા પિતા અને બે પુત્ર સહિત ત્રણનાં મોત, ગોઝારો રવિવાર તાલુકામાં કુલ ૬ના મોત

લામધાર ગામે બે સગી બહેનને સર્પ એ ડંશ મારતા કરૂણ મોત થયા  અને રેલ્વે ફાટક નજીક એક ભિક્ષુકનો મૃતદેહ મળી આવ્યા બાદ પિતા બે પુત્ર સહિત ત્રણનાં ડુબી જવાથી મોત થતાં એકજ દિવસમાં 6 માનવ જીંદગી ગુમાવતા સમગ્ર તાલુકામાં અરેરાટી વ્યાપી ગઇ છે….

Gujarat Others
gehlot 12 ઘેંટાને નવડાવવા જતા પિતા અને બે પુત્ર સહિત ત્રણનાં મોત, ગોઝારો રવિવાર તાલુકામાં કુલ ૬ના મોત

ઉના નજીક આવેલ વેરાવળ રોડ ઉપર સીલોજ ગામની નજીકમાં બાયપાસના ઠીકરીયા ખારાના વિશાળ ઊંડા વિશાળ તળાવમાં રબારી સમાજના ગોવાળ પોતાનાં ઘેંટાના શરીર માંથી ઉન કાઢવાનુ હોય તે પહેલા ધેટાને નવડાવતા હતા. તે સમયે ગોજારી ધટનામાં ડુબી જવાથી ત્રણ માલધારીના મોત થતાં ધટના સ્થળે લોકો ઉમટી પડ્યા હતા. એક કલાકની જહેમત બાદ ત્રણ મૃતદેહોને પાણી માંથી બહાર કાઢતા અરેરાટી વ્યાપી હતી.

આ અંગે જાણવા મળતી વિગત મુજબ બપોરે એક વાગ્યાની આસપાસના સમયે ઉનાના મોટા ડેશર ગામનાં માલધારી ભોપાભાઈ જેઠાભાઈ ગળચર ઉ.વ 60 તેનાં બે યુવાન પુત્ર પાલાભાઈ ભોપાભાઈ, ભીમાભાઈ ભોપાભાઈ પોતાનાં ધેંટાનું ઊન ઉતારવાનું હોય તે માટે તળાવના પાણીમાં ધેંટાને નવડાવતા હતા. અને અચાનક ભોપાભાઈનો પગ પાણીમાં લસપતા તળાવના ઊંડા પાણીમાં પડી જતાં ડૂબવા લાગતાં આ દ્રશ્ય જોઇ તેના બન્ને પુત્ર પિતાને બચાવવા તળાવમાં ઝંપલાવ્યું હતું.

પરંતુ તળાવ વચ્ચે રહેલાં ઉંડા ધુણામાં પુત્ર પણ ડુબવા લાગતા બચાવો બચાવોની બુમો પાડતા આજુબાજુના લોકો તળાવ પાસે દોડી ગયા હતાં. પરંતુ ત્રણેય લોકો પાણીમાં ગરક થઇ ગયા હતા.  તાત્કાલીક ઉના નગરપાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરતાં અશોકભાઈ બાંભણીયા સહિતની ફાયર બ્રિગેડની ટીમ ધટના સ્થળે પહોંચી રેશ્ક્યું  ઓપરેશન હાથ ધરી એક કલાકની જહેમત બાદ મૃતક પિતા બે પુત્ર સહિત ત્રણ મૃતદેહો પાણી માંથી બહાર કાઢી ઉના સરકારી હૉસ્પિટલમાં પી એમ માટે ખસેડવામાં આવ્યા હતા..

તળાવમાં ઘેંટા નવરાવતા રબારી માલધારી પિતા બે પુત્ર સહિત ત્રણ નાં મોતની જાણ પૂર્વ તાલુકા પંચાયતના સભ્ય નાથાભાઇને થતાં તે પણ ધટના સ્થળે દોડી આવીને ઉના પોલીસ, તાલુકા પંચાયતના અધિકારી, પંચાયત તલાટી મંત્રી, તાલુકા પંચાયત પ્રમુખ પતિ સામતભાઈ ચારણીયા સહિતના આગેવાનો પણ દોડી આવેલ અકસ્માતની ધટના બનતાં લોકો નાં ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા. રવિવારનો દિવસે ઉના પંથકમાં કાળચક્ર ફર્યુ હોય તેમ લામધાર ગામે બે સગી બહેનને સર્પ એ ડંશ મારતા કરૂણ મોત થયા  અને રેલ્વે ફાટક નજીક એક ભિક્ષુકનો મૃતદેહ મળી આવ્યા બાદ પિતા બે પુત્ર સહિત ત્રણનાં ડુબી જવાથી મોત થતાં એકજ દિવસમાં 6 માનવ જીંદગી ગુમાવતા સમગ્ર તાલુકામાં અરેરાટી વ્યાપી ગઇ છે….

પિતા પહેલા ડુબ્યા અને પુત્રનો મૃતદેહ પહેલા મળ્યો…

તળાવમાં ડુબી જવાની ધટનામાં સૈપ્રથમ પિતાના પગ લપસતા પાણીમાં ગરકાવ થયા બાદમાં પુત્રો બચાવવા પડ્યા પરંતુ તરવૈયા ઓએ મૃતદેહની શોધખોળ કરતા હતા. તેમાં પ્રથમ પુત્રનો મૃતદેહ મળ્યો બાદમાં પિતાનો મૃતદેહ મળ્યો હતો…

પુત્રની નજર સમક્ષ પિતા,કાકા અને દાદા પાણીમાં ગરકાવ થયા…

બપોરના સમયે ભોપાભાઇ તથા તેમના પુત્ર પાલાભાઇ અને ભીમાભાઇ સાથે પાલાભાઇનો પુત્ર પણ સાથે ગયો હોય અને તેની નજર સમક્ષ પિતા, કાકા અને દાદા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. અને ત્રણેયનો મૃતદેહ બહાર કાઢતા માલધારી પરીવારમાં શોકમગ્ન બની ગયેલ હતો…