Arvalli news/ મોડાસા-માલપુર પાસે અકસ્માતમાં ત્રણના મોત અને 25 ઇજાગ્રસ્ત

મોડાસા માલપુર પાસે અકસ્માતમાં ત્રણના મોત થયા છેઅને 25થી વધુ લોકો ઇજા પામ્યા છે. જગન્નાથપુરીથી પરત ફરતી બસને આ અકસ્માત થયો હતો. બસમાં શ્રદ્ધાળુઓ બેઠા હતા.

Gujarat Top Stories Others Breaking News
Beginners guide to 2024 06 01T133752.323 મોડાસા-માલપુર પાસે અકસ્માતમાં ત્રણના મોત અને 25 ઇજાગ્રસ્ત

Arvalli News:  અરવલ્લી જિલ્લામાં મોડાસા-માલપુર પાસે અકસ્માતમાં ત્રણના મોત થયા છેઅને 25થી વધુ લોકો ઇજા પામ્યા છે. જગન્નાથપુરીથી પરત ફરતી બસને આ અકસ્માત થયો હતો. બસમાં શ્રદ્ધાળુઓ બેઠા હતા. એસટી બસ અને લક્ઝરી બસનો અકસ્માત થયો હતો. સાકરિયા બસ સ્ટેન્ડ નજીક આ અકસ્માત થયો હતો. બાઇક ચાલકને બચાવવા જતાં અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં એસટી બસ રોંગ સાઇડમાં લક્ઝરી બસ સાથે અથડાઈ હતી. પાંચને એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મોડાસાથી માલપુરનો એક તરફનો રસ્તો ડાઇવર્ટ કરાયો હતો. અકસ્માતની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.

અકસ્માતના પગલે સ્થાનિકો તરત જ દોડી આવ્યા હતા. તેઓએ ગાડીમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા અને તાત્કાલિક 108ને બોલાવવામાં આવી હતી. તેની સાથે કેટલાયને તો અકસ્માતના સ્થળે જ સારવાર આપવામાં આવી હતી.

સ્થાનિકોની મદદના કારણે કેટલાય લોકોના જીવ બચી શક્યા હતા. ઘટનાની જાણ થવાના પગલે સ્થાનિક પોલીસ દોડી આવી હતી અને તેણે અકસ્માત ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. તેની સાથે મૃત્યુ પામેલાઓને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોસ્ટમોર્ટમ પછી પોલીસ મૃત્યુ પામેલાઓની ઓળખ કરીને તેમનો મૃતદેહ તેમના સગાસંબંધીઓને સોંપશે. આ ઉપરાંત પોલીસ ડ્રાઇવર નશામાં હતો કે નહીં તેની પણ ચકાસણી કરશે. આ માટે છેલ્લે આ વાહન જ્યાં રોકાયું હતું તે સ્થળ પણ જીપીએસની મદદથી શોધીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બોટાદમાં જમીન વિવાદમાં કાકાએ ભત્રીજાની હત્યા કરી

આ પણ વાંચો: રાજકોટમાં સાતમ-આઠમના લોકમેળાનું સ્થળ બદલાશે, અગ્નિકાંડને પગલે લેવાયો નિર્ણય

આ પણ વાંચો: રાજકોટ મનપાએ 31 પ્રોપર્ટી NOC ન હોવાથી સીલ કરી

આ પણ વાંચો: સુરત મનપાએ 739 પ્રોપર્ટીઝ સીલ કરી, એક દિવસમાં 224 સ્થળ સીલ કરાયા