અકસ્માત/ ચીખલી નજીક સુરતના યુવકોને નડ્યો અકસ્માત, ત્રણ લોકોના મોત

ચીખલી નજીક નેશનલ હાઈવે નંબર 48 પર અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. અકસ્માતમાં 3 યુવકોના મોત નિપજ્યા છે. ડિવાઈડર સાથે બાઈક અથડાતા સુરતના ત્રણ યુવકોએ જીવ ગુમાવ્યો છે.

Gujarat Others
ચીખલી
  • ચીખલી નજીક ને.હા નંબર 48 પર અકસ્માત
  • અકસ્માતમાં 3 યુવકોના નિપજ્યા મોત
  • સુરતના 3 યુવકને નડ્યો અકસ્માત
  • 1નું ઘટના સ્થળે અને 2નું સારવાર દરમિયાન મોત
  • ડિવાઈડર સાથે બાઈક અથડાતા બની ઘટના
  • ચીખલી પોલીસે તપાસ હાથ ધરી

રાજ્યમાં અકસ્માતોનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા માટે ટ્રાફિક વિભાગ અને માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જોકે તેમ છતાં અકસ્માતો સર્જાવાના બનાવ વધી રહ્યા છે. ત્યારે આવામાં વધુ એક વાર રાજ્યમાં અકસ્માતની ઘટના સામે આવી છે. ચીખલી નજીક નેશનલ હાઈવે નંબર 48 પર અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. અકસ્માતમાં 3 યુવકોના મોત નિપજ્યા છે. ડિવાઈડર સાથે બાઈક અથડાતા સુરતના ત્રણ યુવકોએ જીવ ગુમાવ્યો છે. જણાવીએ કે એકનું ઘટના સ્થળે મોત અને બેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

આપને જણાવી દઈએ કે, ગઇકાલે એટલે કે 21 માર્ચના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં અકસ્માતની ઘટના સામે આવી હતી. લખતર તાલુકાના ઝમરથી વિઠ્ઠલાપરા રોડ પર બાઈક સવાર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકે બાઈક સવાર દંપત્તિને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક સવાર દંપત્તિ ઘાયલ થયું હતું. અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા રસ્તા પર એકઠા થઈ ગયા હતા, જેમણે ઘાયલ દંપત્તિને સારવાર અર્થે લખતર હોસ્પિટલ ખસેડ્યા હતા, જોકે, ઈજા ગંભીર હોવાના કારણે તેમને ત્યાંથી વધુ સારવાર માટે સુરેન્દ્રનગરની હોસ્પિટલ લઈ જવાયા હતા.

આ પણ વાંચો : સાબરમતી જેલમાં બંધ અતીક અહેમદની હોળીની ઉજવણી કરતી તસ્વીરો વાઈરલ

આ પણ વાંચો : કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા ધારાસભ્યો ફરી કોંગ્રેસમાં આવવા છે આતુર : સુખરામ રાઠવા

આ પણ વાંચો :તિરંગા યાત્રા નામંજૂર થતાં આપ નો પોલીસ સ્ટેશન ઘેરાવો, 40 નેતાઓ પર દાખલ કરાયો ગુનો

આ પણ વાંચો :ચૂંટણી પહેલા રાજ્ય સરકારનો મોટો નિર્ણય : પાટીદાર અનામત આંદોલનના ૧૦ કેસ પાછા ખેંચ્યા