Not Set/ ઉન્નાવ બળાત્કાર પીડિતા સાથે ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર બાદ અન્ય ત્રણ લોકોએ પણ ગેંગરેપ કર્યો હતો : સીબીઆઈ

સીબીઆઈએ ગુરુવારે ઉન્નાવ બળાત્કાર કેસમાં 11 જૂન, 2017 ના રોજ કથિત ગેંગરેપના કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી. આ ઘટના સમયે યુવતી સગીર હતી. આ કેસ ભાજપમાં થી હાંકી કાઢવામાં આવેલા  કુલદીપસિંહ સેંગરે 4 જૂન, 2017 ના રોજ પીડિતા સાથે કરેલા બળાત્કારથી અલગ છે. ગેંગ રેપ કેસમાં જિલ્લા ન્યાયાધીશ ધર્મેશ શર્મા સમક્ષ ચાર્જશીટ દાખલ કરવામાં આવી […]

Top Stories India
કુલદીપ સેંગર ઉન્નાવ બળાત્કાર પીડિતા સાથે ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર બાદ અન્ય ત્રણ લોકોએ પણ ગેંગરેપ કર્યો હતો : સીબીઆઈ

સીબીઆઈએ ગુરુવારે ઉન્નાવ બળાત્કાર કેસમાં 11 જૂન, 2017 ના રોજ કથિત ગેંગરેપના કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી. આ ઘટના સમયે યુવતી સગીર હતી. આ કેસ ભાજપમાં થી હાંકી કાઢવામાં આવેલા  કુલદીપસિંહ સેંગરે 4 જૂન, 2017 ના રોજ પીડિતા સાથે કરેલા બળાત્કારથી અલગ છે.

ગેંગ રેપ કેસમાં જિલ્લા ન્યાયાધીશ ધર્મેશ શર્મા સમક્ષ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. કોર્ટે આ કેસની સૂચિ 10 ઓક્ટોબર માટે રાખી છે. અગાઉ, તપાસ એજન્સીએ વધારાના દસ્તાવેજો ફાઇલ કરવા અને ફરિયાદીના સમર્થનમાં નિવેદનો આપતા સાક્ષીઓની સૂચિ રજૂ કરવા માટે સમય માંગ્યો હતો. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ આરોપપત્રના આરોપી તરીકે નરેશ તિવારી, બ્રજેશ યાદવ સિંહ અને શુભમ સિંહને નામ આપ્યા છે. ત્રણેય જામીન પર છે. ચાર્જશીટ મુજબ, ત્રણેયે 4 જૂનના બનાવના એક અઠવાડિયા પછી યુવતીનું અપહરણ કર્યું હતું અને તેની સાથે ગેંગરેપ કર્યો હતો. શુભમસિંહની માતા શશીસિંહે પીડિતાને કથિત રૂપે ફોસલાવીને 4 જૂને ધારાસભ્યના નિવાસ સ્થાને લઈ ગઈ હતી.

પીડિતાની માતાનું નિવેદન

દિલ્હી કોર્ટે ગુરુવારે અદાલતમાં ઉન્નાવ બળાત્કાર પીડિતાના પિતાની હત્યાના મામલામાં તેની માતાનું નિવેદન નોંધ્યું હતું. આ કેસ સાથે સંકળાયેલા વકીલે જણાવ્યું હતું કે જિલ્લા ન્યાયાધીશ ધર્મેશ શર્માની સામે બળાત્કાર પીડિતાની માતા અને બહેનનું નિવેદન બંધ રૂમમાં નોંધાયું હતું અને શુક્રવારે આગળની કાર્યવાહી ચાલુ રહેશે. વકીલે કહ્યું કે કોર્ટ સમક્ષ નિવેદન નોંધતી વખતે બળાત્કારનો ભોગ બનેલી પીડિતની માતા મૃત પતિના કપડા જોઇને ભાવુક થઈ ગઈ હતી અને રડતી હતી, તે જોઈને કોર્ટે તેને શાંત થવા માટે થોડો સમય આપ્યો હતો.

2017 માં ભાજપ માઠી હાંકી કાઢવામાં આવેલા ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરે સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ બળાત્કાર પીડિતાના પિતાને કથિત રીતે માર મારવામાં આવ્યો હતો અને હથિયારોનો ગેરકાયદે જથ્થો રાખવાનો કેસ નોંધ્યો હતો. ન્યાયિક કસ્ટડી દરમિયાન 29 એપ્રિલ 2018 ના રોજ તેના પિતાનું અવસાન થયું હતું. અગાઉ કોર્ટે સેંગર અને અન્ય 10 લોકો સામે આરોપો ઘડ્યા હતા.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“MantavyaNews” એપ્લિકેશન. Click    https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.