ગુજરાતમાં દિવસે ને દિવસે અકસ્માતના કેસો વધતાં જોવા મળી રહ્યા છે. કયારેક અકસ્માત એટલા ગંભીર હોય છે કે લોકોના મૃત્યુ થતાં હોય છે . ત્યારે જ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં ગતત મોડી રાત્રે ધ્રાંગધ્રા કચ્છ હાઇવે પર ધ્રાંગધ્રા તાલુકાના ચુલી ગામ પાસે એક રિક્ષાને કચ્છ તરફ જતા અજાણ્યા વાહન દ્વારા ટક્કર મારતા અકસ્માત થયો હતો.
આ પણ વાંચો:કોરોના સંક્રમિત / સૌરવ ગાંગુલી બાદ તેની પુત્રી સહિત પરિવારના ચાર સભ્યોને થયો કોરોના
આ અકસ્માતમાં જેમાં રિક્ષામાં સવારત્રણ વ્યક્તિના ઘટના સ્થળે મોત થયા હતા જેમાં એક પુરુષ અને બે મહિલાઓનો સમાવેશ થાય છે.
જ્યારે બે મહિલાઓને ગંભીર ઇજા પહોંચી હતી.જેને 108 દ્વારા ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. જેમાં એક મહિલાને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:કોરોના સંક્રમિત / ગુજરાતમાં 5 IAS અધિકારીઓ સંક્રમિત, શાળાઓમાં પણ વધ્યો કોરોનાનો કેર
મહત્વનુ છે કે બનાવની જાણ થતા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ હોસ્પિટલ પહોચીને વધુ તપાસ હાથ ધરી હતી. આ અકસ્માતમાં મૃત્યુ પામનાર તેમજ ઇજાગ્રસ્ત લોકો ધ્રાંગધ્રા તાલુકાના જીવા ગામના છે. ખાનગી કંપનીમાં કામ કરતા આ મહિલાઓ કામ કર્યા બાદ પરત ફરતા હતા ત્યારે આ ઘટના બની હતી.
