ક્રાઈમ/ સુરતમાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર, મીંડી ગેંગના યુવકનું મોત

ફાયરિંગમાં આરીફ મીંડીના જમાઈ હાજી ઉર્ફે બિલાલ પુનાવાલાનું કરુણ મોત થયું હતું. પોલીસ તપાસમાં ફાયરિંગ જનતા માર્કેટ ખાતે બેવડી હત્યાના આરોપી ફઇમ સુકરીએ કર્યું હોવાનું ખુલ્યું છે. ફઇમ હાલ પેરોલ પર જેલ બહાર છે. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

Gujarat Surat
ફાયરિંગ

સુરતમાં દિવસેને દિવસે ક્રાઈમની ઘટનાઓ સતત વધી રહી છે. આપઘાત,હત્યા,દુષ્કર્મ અને ફાયરિંગની ઘટનાઓ સામે આવતી રહે છે, ત્યારે વધુ એક ફાયરિંગની ઘટના સામે આવી છે. સુરતના લાલગેટ વિસ્તારમાં ત્રણ રાઉન્ડ ફાયરિંગની ઘટના સામે આવી છે. ભાગાતળાવ પાસે લાલગેટ વિસ્તારમાં થયેલા ફાયરિંગ ની ઘટનામાં એક યુવકના મોતના સમાચારની પણ માહિતી સામે આવી રહી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ મીંડી ગેંગના જમાઈ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું છે. ફાયરિંગમાં આરીફ મીંડીના જમાઈ હાજી ઉર્ફે બિલાલ પુનાવાલાનું કરુણ મોત થયું હતું. પોલીસ તપાસમાં ફાયરિંગ જનતા માર્કેટ ખાતે બેવડી હત્યાના આરોપી ફઇમ સુકરીએ કર્યું હોવાનું ખુલ્યું છે. ફઇમ હાલ પેરોલ પર જેલ બહાર છે. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

આ ગેંગના મુખ્ય સૂત્રધાર એવા માથાભારે આરીફ મીંડીના જમાઈ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું છે. ફાયરિંગની ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા હાજી નામના વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જ્યાં હોસ્પિટલમા ટૂંકી સારવાર બાદ યુવાનનુ મોત થયું છે. મરનાર યુવકનું નામ બિલાલ પુનાવાલા ઉર્ફે હાજી અંજીર હોવાનું ખુલ્યું છે. જો કે ફાયરિંગ કરનાર ઈસમો કોણ હતા અને શેના માટે આ ફાયરિંગ કરવામાં આવ્યું છે તેની માહિતી હજી સામે આવી નથી. પરંતુ પોલીસ દ્વારા આ દિશામાં ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

સુરતના લાલગઢ વિસ્તારમાં ગઈકાલે એક વ્યક્તિ ઉપર ચાર રાઉન્ડ ફાયરિંગ કરી આરોપીઓ ભાગી ચૂક્યા હતા. ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મૃતક યુવક સુરતના માથાભારે આરીફ મીંડીનો જમાઈ હોવાનું સામે આવ્યું હતું. શહેરમાં છેલ્લા લાંબા સમયથી આરીફ મીંડી ગેંગનો આંતક દિવસેને દિવસે વધી રહ્યો છે, ત્યારે તેની સામે રહેલી ગેંગ પણ પાછી રહેવા માંગતી નથી. આ જ ઝઘડામાં ગઈકાલે ચાર રાઉન્ડ ફાયરિંગ થયું હતું.

આ પણ વાંચો:શું હવે ક્યારેય ભારતમાં કોઈ મુસ્લિમ રાષ્ટ્રપતિ કે PM નહીં બની શકશે, કેમ ટ્રેંડ થયું Muslim PM?

આ પણ વાંચો:રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન, PM મોદી, શાહ અને યોગીએ કર્યું મતદાન

આ પણ વાંચો:ફાયર સેફ્ટી મુદ્દે સુરત સિવિલની 3 બિલ્ડીંગને નોટિસ, હોસ્પિટલ તંત્રની ગંભીર બેદરકારી આવી સામે