Not Set/ દિલ્લી : મોડલ ટાઉન વિસ્તારમાં ત્રણ માળનું બિલ્ડીંગ ધરાશાયી, ૨૦થી વધુ લોકો દટાયા

દિલ્લી દિલ્લીમાં મોડલ ટાઉન વિસ્તારમાં એક ત્રણ માળનું બિલ્ડીંગ ધરાશયી થયું છે. Delhi: Three-storey building collapses near Sawan Park in Ashok Vihar Phase 3. More details awaited— ANI (@ANI) September 26, 2018 #SpotVisuals: Three-storey building collapses near Sawan Park in Ashok Vihar Phase 3. More details awaited. #Delhi pic.twitter.com/Emki1Yi7Xu— ANI (@ANI) September 26, 2018 બિલ્ડીંગ […]

Top Stories India Trending
de દિલ્લી : મોડલ ટાઉન વિસ્તારમાં ત્રણ માળનું બિલ્ડીંગ ધરાશાયી, ૨૦થી વધુ લોકો દટાયા

દિલ્લી

દિલ્લીમાં મોડલ ટાઉન વિસ્તારમાં એક ત્રણ માળનું બિલ્ડીંગ ધરાશયી થયું છે.

બિલ્ડીંગ પડવાના સમાચાર મળતા ૬ ફાયર એન્જીન સ્થળ પર મોકલી દેવામાં આવ્યા છે. આ બિલ્ડીંગની નીચે આશરે ૨૦ થી ૨૫ લોકો દટાયા હોવાનું લાગી રહ્યું છે. રાહત અને બચાવ કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે મોડલ ટાઉન વિસ્તારમાં સત્યવતી કોલેજની પાસે બુધવારે સવારે જોરદાર ધમાકાનો અવાજ સંભળાયો હતો. આ અવાજ સાંભળીને આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા અને જોયું તો ત્રણ માળનું બિલ્ડીંગ ધરાશાયી થઇ ચુક્યું હતું.

એએનઆઈ સમાચારના જણાવ્યા પ્રમાણે ૭ વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા હોવાને લીધે સારવાર અર્થે તેમને નજીકની હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.