Not Set/ ટ્રેલર: ભય, લાલચ અને રહસ્યથી ભરપુર છે ફિલ્મ ‘તુમ્બાડ’

મુંબઈ આશરે 6 વર્ષથી બનાવવામાં આવી રહે હોરર ફિલ્મ ‘તુમ્બાડ’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ભય, લાલચ, ખજાનો અને રહસ્યથી ભરલી આ સ્ટોરીમાં મુખ્ય ભૂમિકામાં સોહમ શાહ નજરે પડી રહ્યા છે. આ ફિલ્મનું નિર્દેશન રાહી અનિલ બર્વે અને આદેશ પ્રસાદે મળીને કર્યું છે. આનંદ એલ રાય ફિલ્મના નિર્માતા છે. ફિલ્મનું ટ્રેલર ભયના સાથે સાથે રહસ્યમય […]

Trending Entertainment Videos
87878 ટ્રેલર: ભય, લાલચ અને રહસ્યથી ભરપુર છે ફિલ્મ 'તુમ્બાડ'

મુંબઈ

આશરે 6 વર્ષથી બનાવવામાં આવી રહે હોરર ફિલ્મ ‘તુમ્બાડ’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ભય, લાલચ, ખજાનો અને રહસ્યથી ભરલી આ સ્ટોરીમાં મુખ્ય ભૂમિકામાં સોહમ શાહ નજરે પડી રહ્યા છે. આ ફિલ્મનું નિર્દેશન રાહી અનિલ બર્વે અને આદેશ પ્રસાદે મળીને કર્યું છે. આનંદ એલ રાય ફિલ્મના નિર્માતા છે.

ફિલ્મનું ટ્રેલર ભયના સાથે સાથે રહસ્યમય દુનિયાની પણ સફર કરાવે છે. જે લોભ-લાલચથી ભરપુર  પૌરાણિક કથાથી પ્રેરિત છે. આ સ્ટોરી એક એવા રહસ્યમય ખજાનાની આસપાસ ફરતી જોવા મળી રહી છે. જે કોઈ આત્મા અથવા રૂહના ક્બ્બામાં છે. ‘તુમ્બાડ’ એક જગ્યાનું નામ છે અને એ જ જગ્યાએ એજ જુનું મહેલ છે. જેમાં ખજાનો છુપાયેલો છે.

ટ્રેલર વીડીયો..

https://youtu.be/sN75MPxgvX8

ફિલ્મના ટ્રેલર લોન્ચ સમય આનંદ એલ રાય કહ્યું હતું કે ‘જયારે મને કોઈ વાર્તા સારી લાગે છે ત્યારે હું તે વાર્તામાં લાગી જાવ છું. એવું ‘તુમ્બાડ’ના સાથે થયું છે. મને આ સ્ટોરી એટલી વધારી પસંદ આવી છે કે આ ફિલ્મ સાથે મે મારું નામ જોડીવા માંગતો હતો. મારા પ્રોડક્શનની આ પહેલી હોરર ફિલ્મ છે.’

ફિલ્મના એક્ટર સોહમએ કહ્યું કે ‘આ ફિલ્મ બનાવવાની શરૂઆત મારી પહેલી ફિલ્મ પહેલા થઇ હતી પરંતુ કેટલાક કારણોસર આ ફિલ્મને બનવવામાં 6 વર્ષ જેટલો સમય લાગી ગયો. આ દરમિયાન મેં બે ફિલ્મોમાં નાનો રોલ પણ કર્યો છે. મારા કરિયરનો વધારેમાં વધારે સમય આ ફિલ્મ કરવામાં ગયો છે. અમે ખુબ જ મહેનતથી આ ફીલ્મ્ને બનાવી છે અને અમને વિશ્વાસ છે કે મુવી દર્શકોને ખુબ જ પસંદ આવશે.

મધ્યયુગીન કાળથી મહારાષ્ટ્રના આંતરિક ભાગોને બતાવતા ‘તુમ્બાડ’નું  ટ્રેલર પૌરાણિક અને ડરામણુ વાર્તાનું એક રસપ્રદ મિશ્રણ છે. કાલ્પનિક, ક્રિયા, ડર અને ડરની ઝાંખી સાથે આનંદ એલ રાયની ‘તુમ્બાડ’ એક રોમાંચક રોલર કોસ્ટર સવારી જેવી છે. આ ફિલ્મ 12 ઓક્ટોમ્બર, 2018 ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે.