છેતરપીંડી/ ફ્રેન્ડશીપ ક્લબમાં જોડાવવાના બહાને છેતરપીંડી કરનાર આરોપીઓને ઝડપી પાડતી સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ ટીમ

પુર્વ આયોજીત કાવતરૂ રચી ફરીયાદીને એન.આર.આઇ છોકરીઓ સાથે મુલાકાત કરાવી તેઓ સાથે બે કલાક વાત કરવાની અને ખુશ રાખવાથી રૂ.૨૫૦૦ થી ૩,૦૦૦/- મળશે તેવી લોભામણી લલચામણી વાતો કરી વિશ્વાસમાં લઇછેતરપિંડી આચરવામાં આવી હતી.

Top Stories Gujarat
surat crime ફ્રેન્ડશીપ ક્લબમાં જોડાવવાના બહાને છેતરપીંડી કરનાર આરોપીઓને ઝડપી પાડતી સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ ટીમ

સંજય મહંત, સુરત@મંતવ્ય ન્યૂઝ

ન્યુઝ પેપરોમાં કોમલ બ્યુટી પાર્લર નામથી જાહેરાત આપી યુવતીઓ સાથે મિત્રતા કરાવવા, ચેટીંગ કરવા તથા રૂબરૂ મુલાકાત કરવાથી રૂપિયા મળશે તેવી લોભામણી તથા લલચામણી વાતો કરી ફ્રેન્ડશીપ ક્લબમાં જોડાવવાના બહાને અલગ અલગ ચાર્જ જણાવી છેતરપીંડી કરનાર આરોપીઓને વિરાર ( મહારાષ્ટ્ર) ખાતેથી સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ ટીમ દ્વારા એક મહિલા સહિત બે લોકોની પકડી પાડ્યા.

છેલ્લા કેટલાક દિવસ થી ઓનલાઇન ફ્રોડ ની ઘટના સતત બનતી હોવાની સામે આવે છે ત્યારે સુરતમાં પણ ઓનલાઇન ફ્રોડ ની ઘટના સતત વધી રહ્યા છે ચિટિંગ કરતા લોકો નવી નવી રીતો અપનાવી ને લોકોને છેતરતા હોય છે ન્યુઝ પેપરોમાં અલગ અલગ બ્યુટી પાર્લર નામથી જાહેરાત આપી યુવતીઓ સાથે મિત્રતા કરાવવા, ચેટીંગ કરવા તથા રૂબરૂ મુલાકાત કરવાથી રૂપિયા મળશે તેવી લોભામણી તથા લલચામણી વાતો કરી ફ્રેન્ડશીપ ક્લબમાં જોડાવવાના બહાને રૂપિયા પડવામાં આવે છે, ત્યારે પુર્વ આયોજીત કાવતરૂ રચી ફરીયાદીને એન.આર.આઇ છોકરીઓ સાથે મુલાકાત કરાવી તેઓ સાથે બે કલાક વાત કરવાની અને ખુશ રાખવાથી રૂ.૨૫૦૦ થી ૩,૦૦૦/- મળશે તેવી લોભામણી લલચામણી વાતો કરી વિશ્વાસમાં લઇ ફરીયાદીને અલગ અલગ ચાર્જ જેવા કે, ગેટ પાસે, ગેસ્ટ હાઉસ બુકીંગના ચાર્જ જણાવી તેઓ પાસે ૩.૬૯૪૧૦/- ગુગલ પે એકાઉન્ટ ટ્રાન્સફર કરાવી તેઓની કોઇ સાથે મુલાકાત ન કરાવી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરવામાં આવેલ.

આમ ફરિયાદી દ્વારા રૂપિયા ગુમાવ્યા બાદ સુરત સાયબર ક્રાઈમનો કોન્ટ્રક કરતા સાયબર પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરવામાં આવેલ અને તેના આધારે ટેકનીકલ સર્વેલન્સ આધારે તપાસ હાથ ધરી હતી જેમાં સંડોવાયેલ આરોપી (૧) રામઆશિષ સિયારામ પાસવાન અને સમા D/O રમેશ ચલીયા સેટી નાઓને આઇડેન્ટીફાય કરી વિરાર (મહારાષ્ટ્ર) ખાતેથી પકડી પાડવામાં આવેલ.

પોલીસ ની પૂછપરછ માં આરોપી રામઆશિષ સિયારામ પાસવાન દ્વારા અલગ અલગ બેંકોના કુલ-૧૧ બેંક એકાઉન્ટો ગુન્હામાં ઉપયોગ કરેલ હોવાની હકીકત સામે આવી ઉપરાંત અલગ અલગ બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ ચેક કરતા તેમાં રૂ.૧,૬૭,૦૪,૦૦૦/ના ટ્રાન્જેરાન થયેલ હોવાનું સામે આવ્યું છે.જે લોકોના ફ્રોડ કર્યાના રૂપિયા જ છે.હાલમાં તો સુરત સાયબર પોલીએ દ્વારા એક મહિલા સહિત બે લોકોની ધરપકડ કરી જે મહિલા લોકોને ફોન કરી સારી સારી વાતો કરી ને લોકોને ભોળવામાં આવતા હતા.પોલીએ ની પુછપરછમાં બીજા ગુનાના ભેદ ઉકેલાય તેવી શકયતા છે.

sago str 17 ફ્રેન્ડશીપ ક્લબમાં જોડાવવાના બહાને છેતરપીંડી કરનાર આરોપીઓને ઝડપી પાડતી સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ ટીમ