Cricket/ ભારત-પાકિસ્તાનની મેચની Ticket ગણતરીનાં કલાકોમાં થઇ Sale

IPL 2021 હવે તેના અંતિમ તબક્કે પહોંચી ગયુ છે. જો કે ક્રિકેટની મજા આગળ પણ આ રીતે જ યથાવત રહેશે. IPL પૂર્ણ થયા બાદ T20 વર્લ્ડકપની શરૂઆત થવાની છે

Top Stories Sports
11 55 ભારત-પાકિસ્તાનની મેચની Ticket ગણતરીનાં કલાકોમાં થઇ Sale

IPL 2021 હવે તેના અંતિમ તબક્કે પહોંચી ગયુ છે. જો કે ક્રિકેટની મજા આગળ પણ આ રીતે જ યથાવત રહેશે. IPL પૂર્ણ થયા બાદ T20 વર્લ્ડકપની શરૂઆત થવાની છે. જેની દર્શકો રાહ જોઇ રહ્યા છે. જો કે આ T20 વર્લ્ડકપમાં દર્શકો જેની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે તે India vs Pakistan ની મેચ છે.

11 57 ભારત-પાકિસ્તાનની મેચની Ticket ગણતરીનાં કલાકોમાં થઇ Sale

આ પણ વાંચો – Technical Fault / વોટ્સએપ, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામની સેવાઓ 6 કલાક બાદ ફરી શરૂ

IPL ફાઈનલનાં એક દિવસ પછી, T20 વર્લ્ડકપ UAE અને ઓમાનમાં શરૂ થશે. IPL 2021 નાં ​​બીજા તબક્કાની જેમ, T20 વર્લ્ડકપમાં પણ, દર્શકોને મેચ જોવા સ્ટેડિયમમાં આવવાની પરવાનગી મળશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 24 ઓક્ટોબરે T20 વર્લ્ડકપ રમાવાનો છે. આ મેચની ટિકિટોનું વેચાણ રવિવારથી શરૂ થયું અને રિપોર્ટ અનુસાર, ઉપલબ્ધ તમામ ટિકિટો માત્ર 1 કલાકમાં જ વેચાઈ ગઈ હતી. એક અહેવાલ મુજબ, રવિવારે મેચની ટિકિટનું વેચાણ શરૂ થયા બાદ હવે પ્લેટિનમલિસ્ટ વેબસાઇટ પર જનરલ, જનરલ ઈસ્ટ, પ્રીમિયમ, પેવેલિયન ઈસ્ટ અને પ્લેટિનમ કેટેગરીની સીટો ઉપલબ્ધ નથી. સ્કાય બોક્સ અને વીઆઇપી સ્યુટની કિંમતો હજુ સુધી સત્તાવાર વેબસાઇટ પર બતાવવામાં આવી નથી. T20 વર્લ્ડકપ 17 ઓક્ટોબરથી ઓમાનની રાજધાની મસ્કતમાં શરૂ થશે, જેમાં ઓમાન પ્રથમ રાઉન્ડમાં પાપુઆ ન્યૂ ગિની સામે ટકરાશે. પ્રથમ રાઉન્ડમાંથી ચાર ટીમો મુખ્ય સ્પર્ધામાં ટોચની આઠ ટીમો સાથે મુખ્ય રાઉન્ડમાં આગળ વધશે.

11 56 ભારત-પાકિસ્તાનની મેચની Ticket ગણતરીનાં કલાકોમાં થઇ Sale

આ પણ વાંચો – બજારમાં ખરીદીનો ચળકાટ /  નવરાત્રી નજીક આવતા રાજકોટની બજારોમાં 5 કરોડના ચણિયાચોળી અને જ્વેલેરીનું વેચાણ થયું

આ 23 ઓક્ટોબરથી શરૂ થશે, જ્યાં ઓસ્ટ્રેલિયા પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. આપને જણાવી દઇએ કે, ફાઇનલ 14 નવેમ્બરે દુબઇમાં રમાશે. મહામારી પછી સંયુક્ત અરબ અમીરાત (UAE) માં યોજાયેલી આ સૌથી મોટી ટુર્નામેન્ટ બનવા જઈ રહી છે. આ વર્ષે જૂનમાં UAE માં યોજાયેલી પીએસએલનાં બીજા ભાગમાં દર્શકોને સ્ટેડિયમમાં મેચ જોવાની મંજૂરી નહોતી. હાલમાં ચાલી રહેલી IPL માં પણ નાની સંખ્યામાં દર્શકોને મેદાનમાં આવવાની મંજૂરી આપવામાં આવી છે.