બોધ/ વાઘ અને ગધેડો – મિત્રતા, ચર્ચા કે વાદ-વિવાદ સમોવાડિયા કે બરોબરિયા સાથે હોય

એકવખત જંગલમાં રહેતા વાઘ અને ગધેડા વચ્ચે વિવાદ થયો. વાઘ એવું માનતો હતો કે જંગલના ઝાડવાઓ તથા વેલાઓના પાંદડાઓનો રંગ લીલો છે અને ગધેડો એવું માનતો હતો કે પાંદડાનો રંગ પીળો છે.

Dharma & Bhakti
tiger and donkey વાઘ અને ગધેડો - મિત્રતા, ચર્ચા કે વાદ-વિવાદ સમોવાડિયા કે બરોબરિયા સાથે હોય

એક વખત જંગલમાં રહેતા વાઘ અને ગધેડા વચ્ચે વિવાદ થયો. વાઘ એવું માનતો હતો કે જંગલના ઝાડવાઓ તથા વેલાઓના પાંદડાઓનો રંગ લીલો છે અને ગધેડો એવું માનતો હતો કે પાંદડાનો રંગ પીળો છે. બંને વચ્ચે આ બાબતે ખૂબ ચર્ચા થઈ.

વાઘ પોતે સાચો છે એ સાબિત કરવા માટે એણે ગધેડા સમક્ષ ઘણા પુરાવાઓ રજુ કર્યા પણ ગધેડો વાઘની વાત સ્વીકારવા તૈયાર જ નહોતો. એ તો પોતાની વાત પર અડગ હતો.

વાઘ જાણતો હતો કે અપવાદ રુપે થોડા પાન પીળા હોય પણ એના લીધે કંઈ બધા પાંદડાને પીળા ન કહી શકાય. પોતાની વાતને સાચી સાબિત કરવા વાઘે જંગલના રાજા સિંહ પાસે રજુઆત કરવાનું નક્કી કર્યું. ગધેડો પણ તે માટે તૈયાર હતો.

lion and donkey વાઘ અને ગધેડો - મિત્રતા, ચર્ચા કે વાદ-વિવાદ સમોવાડિયા કે બરોબરિયા સાથે હોય

સિંહ બધા પ્રાણીઓની સભા ભરીને બેઠો હતો. ત્યા બન્નેએ પોતપોતાની દલીલો રજુ કરી.  સિંહે બંન્નેની વાત સાંભળી અને પછી પોતાનો નિર્ણય આપતા કહ્યું, “આવા વિવાદમાં પડવા બદલ હું વાઘને 6 મહિનાની જેલની સજા કરું છું.”

સિંહનો નિર્ણય સાંભળીને વાઘને આંચકો લાગ્યો.
હું સાચો છું તો પણ સિંહે મને કેમ સજા કરી એ વાત વાઘને સમજાતી નહોતી. સિંહે સ્પષ્ટતા કરતા કહ્યું, “ભાઈ, પાંદડાનો રંગ લીલો જ હોય એ હું પણ જાણું છું. મેં તને સજા એટલા માટે નથી કરી કે તું ખોટો હતો પણ સજા એટલા માટે કરી છે કે તે વિવાદ ગધેડા જોડે કર્યો.

ક્યાં તું વાઘ અને ક્યાં એ ગધેડો ! જંગલમા રહેતા હોય એટલે બધા સરખા ન ગણાય. ગધેડાઓ જોડે કોઈ ચર્ચા કરવાની જ ન હોય. એ એના રસ્તે અને આપણે આપણા રસ્તે.”

મિત્રો, આ બોધ કથા કહે છે કે, ચર્ચા કે વાદ-વિવાદ સમોવાડિયા કે બરોબરિયા સાથે હોય. વાઘ થઈને ગધેડા જેવા માણસો સાથે વિવાદમાં સમય ન બગાડવો. ગધેડાઓના બકબક સામે મૌન રહેવું એમાં જ મહાનતા છે. ઉલ્લેખનીય છે અને વાધ અને ગધેડો માત્ર બોધ પહોંચાડવા માટેનાં પ્રતિક પાત્રો જ  છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…