Not Set/ TikTok વિડીયો પર લાઈક ન મળવા પર યુવકે કર્યો આપઘાત

ટિક-ટોક વીડિયો પર લાઈક્સ ન મળતા પરેશાન થઇ ગયેલા એક વ્યક્તિએ નોઇડાના સેક્ટર 39 પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. મદદનીશ પોલીસ કમિશનર અરૂણકુમાર સિંહે જણાવ્યું હતું કે સેક્ટર 39 પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ સલારપુર ગામની ચાંદ મસ્જિદ પાસે રહેતો ઇકબાલ (18 વર્ષ) ટિક-ટોક વીડિયો બનાવતો અને અપલોડ કરતો હતો. […]

India

ટિક-ટોક વીડિયો પર લાઈક્સ ન મળતા પરેશાન થઇ ગયેલા એક વ્યક્તિએ નોઇડાના સેક્ટર 39 પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી.

મદદનીશ પોલીસ કમિશનર અરૂણકુમાર સિંહે જણાવ્યું હતું કે સેક્ટર 39 પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ સલારપુર ગામની ચાંદ મસ્જિદ પાસે રહેતો ઇકબાલ (18 વર્ષ) ટિક-ટોક વીડિયો બનાવતો અને અપલોડ કરતો હતો.

તેમણે કહ્યું કે થોડા દિવસથી પરેશન તેના ટિક-ટોક વીડિયો પર લાઈક્સ આવી રહી નહતી. તેમણે કહ્યું કે ગુરુવારે મોડીરાતે ઈકબાલે તેના ઘરના પંખા પર લટકીને આત્મહત્યા કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને લાશનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.

એસીપીએ જણાવ્યું હતું કે, મૃતકના પરિવારે પોલીસને જણાવ્યું છે કે તેની વીડિયોમાં ટિક-ટોક પર લાઈક્સ આવી રહી નહતી, જેના કારણે તે પરેશાન હતો.

 

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.