Covid-19/ બફાટના બાજીગર એવા ઉત્તરાખંડના સીએમ તીરથસિંહ રાવત કોરોના સંક્રમિત

પોતાના નિવેદનથી હમેશા ચર્ચામાં રહેવા માટે ટેવાયેલા ઉત્તરાખંડના નવ નિયુક્ત મુખ્યમંત્રી તીરથસિંહ રાવતનો કોરોના રીપોટ પોઝીટીવ આવ્યો છે

Top Stories India
curruption 2 બફાટના બાજીગર એવા ઉત્તરાખંડના સીએમ તીરથસિંહ રાવત કોરોના સંક્રમિત

પોતાના નિવેદનથી હમેશા ચર્ચામાં રહેવા માટે ટેવાયેલા ઉત્તરાખંડના નવ નિયુક્ત મુખ્યમંત્રી તીરથસિંહ રાવતનો કોરોના રીપોટ પોઝીટીવ આવ્યો છે. મુખ્યમંત્રીએ ટ્વીટ કરી માહિતી આપી છે કે તેમણે ડોક્ટરની દેખરેખ હેઠળ પોતાને આઇશોલેશન્મ રાખ્યા છે. આ સાથે, તેમણે છેલ્લા કેટલાક દિવસોમાં તેમની સાથે સંપર્કમાં આવનારા લોકોને સાવચેત રહેવાની અને કોરોના રીપોર્ટ કઢાવવા માટે અપીલ કરી છે.

બફાટના બાજીગર   / ગરીબ પરિવારોએ વધુ સરકારી અનાજની સહાય મેળવવા માટે 20 બાળકો પેદા કરવા જોઈએ

આપને જણાવી દઈએ કે, ભૂતકાળમાં સીએમ તીરથસિંહ રાવત પણ જુદા જુદા જિલ્લાના પ્રવાસ પર રહ્યા હતા. હરિદ્વારમાં ગંગા પૂજાની સાથે તેમણે કુંભના કાર્યોનું ઉદ્ઘાટન કર્યું અને પાર્થિવ નિરીક્ષણ પણ કર્યું. આ દરમિયાન તે ઘણા લોકો સાથે સંપર્કમાં આવ્યા હતા. આ સાથે, મુખ્યમંત્રી નૈનિતાલ જિલ્લાના રામનગરમાં પણ એક કાર્યક્રમમાં હાજર રહ્યા.

દેશમાં ફરી એકવાર કોરોના વાઈરસનો કહેર વધી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવતા રાજ્યમાં ફરી એકવાર કોરોના વાયરસના ચેપના કેસો વધી રહ્યા છે. આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવતા આંકડા પ્રમાણે રાજ્યમાં સતત કોરોના કેસમાં મોટો ઉછાળો આવ્યો છે.