Not Set/ તીર્થગામ-પાવનગામ એટલે….? કોરોનાકાળમાં એ પણ ભુલાયુ

હવે તીર્થગામ અને પાવનગામ યોજનાની સફળતાની આશા રાખી શકાય

Gujarat
123 118 તીર્થગામ-પાવનગામ એટલે....? કોરોનાકાળમાં એ પણ ભુલાયુ

રાજયમાં સરકાર દ્દવારા વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે. જેમાંથી જ એક યોજના છે તીર્થગામ અને પાવનગામ.  આ યોજના ૨૦૦૪માં અમલમાં આવી હતી.

જે ગામમાં ૫ વર્ષ સુધી એકપણ ફોજદારી ગુનો પોલીસ દફતરે નોંધાયો ના હોય તેને તીર્થગામ તરીકે ઓળખવામાં આવેછે જયારે ૩ વર્ષ સુધી ગામમાં એક પણ ફોજદારી ગુનો નોધાયો ના હોય તેને પાનવગામ કહેછે. આ યોજનાઓમાં માત્ર મુદતનોજ તફાવત છે તીર્થગામમા પાંચ વર્ષ અને પાવનગામમાં ત્રણ વર્ષની જાગવાઇ છે જે ગામ તીર્થગામ તરીકે જાહેર થાય છે તેને સરકાર બે લાખ રુપીયાની ગ્રાંટ ફાળવે છે જયારે પાવનગામને એક લાખ રુપીયાની ગ્રાંટ ફાળવે છે

આ યોજનાનો મુખ્ય ઊદ્દેશ ગામમાં રહેતા લોકો વરચે શાંતી, સદભાવના,અને એકતા જળવાઇ રહે અને ગામનો સર્વાગીં વિકાસ થાય તે છે આ યોજના અમલી બની ત્યારે એટલેકે વર્ષ ૨૦૦૪-૦૫માં ૨૯૯ ગામ તીર્થગામ તરીકે જાહેર થયા હતા કારણ કે ત્યારે ગ્રામજનોમાં ઉત્સાહ હતો પરંતુ ત્યારબાદ આંકડામાં ધીમે ધીમે ધટાડો થતો ગયો. છેલ્લા આંકડાના સરવૈયા પર નજર નાંખીએતો આ યોજના નિષ્ફળાતાના કગાર પર ઊભી છે ૨૦૧૩-૧૪માં તીર્થગામ ૪૧ અને પાવનગામ ૧૭ હતા જયારે ૨૦૪-૧૫માં આ આંકડા ૧૫ અને ૧૧ થઇ ગયા હતા જયારે નવાઇની વાતતા એછે કે ૨૦૧૫-૧૬માં એક પણ ગામ પાવનગામ કે તીર્થગામ તરીકે જાહેર થયુ નથી જે જાતા લાગી રહયું છે કે સરકારે આ યોજનાની મુદતમાં ધટાડો કરવો પડશે. જો કે તેનાથી કેટલો ફરક પડે છે તે તો કહી શકાય નહીં કારણ કે 14-8-2019 સુધીના લેટેસ્ટ અપડેટ પ્રમાણે અત્યાસ સુધીમાં માત્ર 1224 ગામો જ તિર્થગામ-પાવનગામના લીસ્ટમાં સમાઇ શક્યા છે.

વર્તમાન પરિસ્થિતીના કારણે એટલે કે કોરોનાકાળની જે મહામારી છેલ્લા બે વર્ષથી ચાલી રહી છે. તે જોતા 2020-21ના આંકડાની આશા રાખી શકાય તેમ નથી. પરંતુ એટલુ ચોક્કસ છે કે આટલા વર્ષો પછી પણ હજુ સુધી લોકોને આવી યોજના વીશે ખબર જ નથી. ગ્રામ્યજનોની તો છોડો પરંતુ સરપંચ પણ આવી યોજનાથી અજાણ છે. હવે તીર્થગામ અને પાવનગામ યોજનાની સફળતાની આશા કેવી રીતે રાખી શકાય ખાસ કરીને વર્તમાન પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને.