પશ્ચિમ બંગાળ/ શિક્ષક ભરતી કૌભાંડમાં પૂછપરછ માટે CBI ઓફિસ પહોંચ્યા TMC ના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જી

CBIએ શુક્રવારે કુંતલ ઘોષ પત્ર કેસમાં પૂછપરછ માટે અભિષેકને સમન્સ મોકલ્યું હતું. તેમને શનિવારે પૂછપરછ માટે હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું.

Top Stories India
Untitled 97 1 શિક્ષક ભરતી કૌભાંડમાં પૂછપરછ માટે CBI ઓફિસ પહોંચ્યા TMC ના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જી

પશ્ચિમ બંગાળની સત્તાધારી પાર્ટી TMCના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જી શિક્ષક ભરતી કૌભાંડ કેસમાં પૂછપરછ માટે કોલકાતામાં CBI ઓફિસ પહોંચ્યા છે. CBIએ શુક્રવારે કુંતલ ઘોષ પત્ર કેસમાં પૂછપરછ માટે અભિષેકને સમન્સ મોકલ્યું હતું. તેમને શનિવારે પૂછપરછ માટે હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું.

CBI એ દાવો કર્યો છે કે શિક્ષક ભરતી કૌભાંડમાં કુંતલ ઘોષની મુખ્ય ભૂમિકા હતી. તે શિક્ષકની ભરતી માટે ઉમેદવારો પાસેથી પૈસાની માગણી કરતો હતો. કુંતલ ઘોષે વિશેષ CBI જજને પત્ર લખ્યો હતો. આમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે CBI તેમના પર તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથે પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જીનું નામ આપવા માટે દબાણ કરી રહી છે.

ઘોષ ઉમેદવારને આપેલા નંબરના આધારે પૈસા માગતો હતો

કોર્ટમાં લઈ જવાતી વખતે ઘોષે કહ્યું હતું કે, “તેઓ મારા પર અભિષેક બેનર્જી પર શિક્ષક ભરતી કૌભાંડ કેસમાં સંડોવાયેલા હોવાનો આરોપ લગાવી રહ્યા છે. મેં આ સંબંધમાં ન્યાયાધીશને વિગતવાર માહિતી આપી છે.” સાથે જ CBI એ કહ્યું છે કે ઘોષ આ કૌભાંડનો માસ્ટરમાઈન્ડ હતો. તેમણે ઉમેદવારો માટે રેટ લિસ્ટ તૈયાર કર્યું હતું. TET પરીક્ષામાં ઉમેદવારે મેળવેલા ગુણના આધારે પૈસા લેવામાં આવ્યા હતા. જે ઉમેદવારના માર્ક્સ ઓછા હતા તેમની પાસેથી વધુ પૈસાની માગણી કરવામાં આવી હતી.

અભિષેક બેનર્જીએ CBI ને તેમની ધરપકડ કરવા પડકાર ફેંક્યો હતો…

પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા બાદ, અભિષેક બેનર્જીએ CBI ને પડકાર ફેંક્યો કે જો તેમની પાસે કોઈ પુરાવા હોય તો તેમની ધરપકડ કરે. અભિષેક જનસંપર્ક અભિયાન પર હતો. અભિષેકે કહ્યું હતું કે, “હું CBI ની પૂછપરછથી ડરતો નથી. હું કોઈની સામે હાથ નહીં જોડીશ. મારા જનસંપર્ક અભિયાનમાં મને જે જનસમર્થન મળી રહ્યું છે તેનાથી ભાજપ ડરી ગયો છે. સીબીઆઈએ મને બોલાવ્યો છે. તેઓ (ભાજપ) ઈચ્છે છે કે મારું જનસંપર્ક અભિયાન બંધ થઇ જાય.”

આ પણ વાંચો:સિદ્ધારમૈયાના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી નહીં આપશે સોનિયા ગાંધી, સામે આવ્યું આ કારણ

આ પણ વાંચો:આર્યનની ધરપકડ બાદ શાહરૂખ અને સમીર વાનખેડે વચ્ચે થયેલી વોટ્સએપ ચેટ આવી સામે

આ પણ વાંચો:પ્રેમિકાની હત્યા બાદ અનુજે માતા-પિતાની માગી માફી, કહ્યું- તે તમારી દીકરી બનવા યોગ્ય નથી

આ પણ વાંચો:બ્રિજભૂષણ વિવાદ,ધરણા પર બેઠેલા કુસ્તીબાજોને મળવા પહોંચ્યા સચિન પાયલટ

આ પણ વાંચો:બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને ફટકારાયો દંડ, વાંચો કોણે અને શા માટે કર્યો દંડ