વિવાદ/ TMCના પોસ્ટરથી બંગાળમાં હંગામો, મમતા બેનર્જીને ‘દુર્ગા’ અને PM મોદીને ‘મહિષાસુર’ બતાવવામાં આવ્યા

પશ્ચિમ બંગાળમાં, મુખ્યમંત્રી મમતા બેનર્જીને ‘દુર્ગા’ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘મહિષાસુર’ તરીકે દર્શાવતા પોસ્ટરે રાજ્યમાં વિવાદ જગાવ્યો છે

India
BJP

પશ્ચિમ બંગાળમાં, મુખ્યમંત્રી મમતા બેનર્જીને ‘દુર્ગા’ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘મહિષાસુર’ તરીકે દર્શાવતા પોસ્ટરે રાજ્યમાં વિવાદ જગાવ્યો છે. તેને વડાપ્રધાન અને સનાતન ધર્મનું અપમાન ગણાવતા ભાજપના એક નેતાએ કહ્યું કે, પાર્ટી આ મામલે ચૂંટણી પંચનો સંપર્ક કરશે. આ પોસ્ટર પશ્ચિમ બંગાળ જિલ્લાના મિદનાપુરમાં લગાવવામાં આવ્યું હતું. ટીએમસી નેતા અનીમા સાહા આ જિલ્લાના વોર્ડ નંબર 1માંથી પાર્ટીના ઉમેદવાર છે.

આ પણ વાંચો:અખિલેશે શિવપાલ સાથે એકતા બતાવવાનો પ્રયાસ કર્યો, લોકોએ કહ્યું, કાકાને રથમાં બેસવાની જગ્યા પણ નથી

પોસ્ટરમાં મમતા બેનર્જીને દેવી ‘દુર્ગા’ તરીકે દર્શાવવામાં આવ્યા છે, જ્યારે પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મહિષાસુર તરીકે દર્શાવવામાં આવ્યા છે. હિંદુ પૌરાણિક કથાઓમાં મહિષાસુર એક રાક્ષસ છે.

પોસ્ટરમાં વિરોધ પક્ષોને બકરા તરીકે પણ દર્શાવવામાં આવ્યા હતા, જેમાં લખવામાં આવ્યું હતું કે “જો અન્ય કોઈ તેમને (વિરોધી પક્ષો) માટે મત આપશે, તો તેમનું બલિદાન આપવામાં આવશે.” જેના કારણે મિદનાપુર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે.

ભાજપના સ્થાનિક નેતા વિપુલ આચાર્યએ કહ્યું કે , નેતાઓને ભગવાન તરીકે દર્શાવવા એ સનાતન ધર્મનું અપમાન છે. તેમણે કહ્યું કે, આ આપણા વડાપ્રધાન અને ગૃહમંત્રીનું પણ અપમાન છે. વિપુલ આચાર્યએ કહ્યું કે ભાજપ ચૂંટણી પંચ (EC)ને ફરિયાદ કરશે.

દરમિયાન ટીએમસી નેતા અનીમા સાહાએ કહ્યું કે, તેમને એ પણ ખબર નથી કે પોસ્ટર કોણે લગાવ્યું છે. તેમના કહેવા મુજબ ગેરરીતિ કરવામાં આવી છે. અનીમા સાહાએ કહ્યું, “જો મને આ વિશે ખબર હોત, તો હું ક્યારેય આ વિસ્તારમાં આવા પોસ્ટરો લગાવવા ન દેત.”

આ પણ વાંચો: હું આટલો મોટો આતંકવાદી છું તો ધરપકડ કેમ ના કરાઈ, કેજરીવાલે પીએમ મોદી-રાહુલ ગાંધી પર કર્યો પલટવાર 

આ પણ વાંચો:જાણો,અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં આરોપીઓને શું આપી સજા