સમીક્ષા/ RMC બજેટ ૨૦૨૧-૨૦૨૨માં સમાવિષ્ટ પ્રોજેક્ટ્સની કામગીરી ઝડપભેર આગળ ધપાવવા મ્યુનિ. કમિશનર  અરોરાની સૂચના                                                                                                        

રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર  અમિત અરોરાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી એક મહત્વપૂર્ણ બેઠકમાં મહાનગરપાલિકાનાં નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૦૨૨નાં બજેટમાં સમાવવામાં આવેલા વિવિધ પ્રોજેક્ટ

Gujarat Rajkot
amit arora RMC બજેટ ૨૦૨૧-૨૦૨૨માં સમાવિષ્ટ પ્રોજેક્ટ્સની કામગીરી ઝડપભેર આગળ ધપાવવા મ્યુનિ. કમિશનર  અરોરાની સૂચના                                                                                                        

 રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર  અમિત અરોરાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી એક મહત્વપૂર્ણ બેઠકમાં મહાનગરપાલિકાનાં નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૦૨૨નાં બજેટમાં સમાવવામાં આવેલા વિવિધ પ્રોજેક્ટ હાલ કયા તબક્કે છે તેની ચર્ચાવિચારણા કરવામાં આવી હતી અને તેની પ્રક્રિયા ઝડપભેર આગળ ધપાવવા સંબંધિત અધિકારીઓને ખાસ સૂચના આપવામાં આવી હતી.

આ બેઠકમાં મ્યુનિ. કમિશનરએ આવાસ યોજનાઓ, અગ્નિશમન સેવા વિસ્તૃતિકરણ માટે નવા વાહનો, નવા ભળેલા વિસ્તાર માટેની ડી.આઈ. પાઈપલાઈન, ડ્રેનેજ, સ્ટોર્મ વોટર ડ્રેઈન,  સ્ટ્રીટ લાઈટ સુવિધા, ત્રણેય ઝોનમાં પાર્ટી પ્લોટ, નવી લાઈબ્રેરી, આરોગ્ય કેન્દ્ર અને કોલ સેન્ટરનું અપગ્રેડેશન, મેગા વોટ સોલાર પ્લાન્ટ સહિતના પ્રોજેક્ટ્સ અંગે પ્રાથમિક સ્તરીય પરામર્શ કર્યો હતો.

વિશેષમાં, હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે જે પ્રોજેક્ટ્સમાં સિવિલ વર્કસનું પ્રમાણ નહીવત છે, તેમજ તે પ્રોજેક્ટ્સની ટેન્ડર વગેરે જેવી વહીવટી કામગીરી કરવાની રહે છે તેની પ્રક્રિયા ત્વરિત હાથ ધરવા કમિશનરએ સૂચના આપેલ છે. સાથોસાથ આ બેઠકમાં અપાયેલી સૂચના અનુસંધાને સંબંધિત તમામ શાખાધિકારીઓ દ્વારા થનાર પ્રક્રિયા અંગેનો વિસ્તૃત અહેવાલ આગામી સપ્તાહોમાં સમયાંતરે યોજાનાર બજેટ પ્રોજેક્ટ્સ અંગેની મીટિંગમાં મ્યુનિ. કમિશનર રિવ્યુ કરશે.દરમ્યાન ગત બજેટનાં જે ચાલુ પ્રોજેક્ટ્સ વર્ષ ૨૦૨૧-૨૨ ના બજેટમાં સામેલ કરવામાં આવ્યા છે તેની પણ મ્યુનિ. કમિશનરએ સમીક્ષા કરી હતી અને આ પ્રોજેક્ટ્સ ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી હતી.

sago str 2 RMC બજેટ ૨૦૨૧-૨૦૨૨માં સમાવિષ્ટ પ્રોજેક્ટ્સની કામગીરી ઝડપભેર આગળ ધપાવવા મ્યુનિ. કમિશનર  અરોરાની સૂચના