Gujarat News/ પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા મહિલા સરપંચ કપડાંનાં પોટલાં બેડાં સાથે પતિ નાનાં બે બાળકો સાથે ધરણાં પર બેઠા

ગ્રામજનો, પાણી વગર ટળવળે છે,માલઢોર ખારાં પાણી પીવા મજબુર બન્યા

Gujarat

Gujarat News : કહેવત છે કે એક એ હજારા,, આ વાત ને મહિલા સરપંચ એ સાર્થક કર્યું હોય તેમ ઉના તાલુકાના દરીયાઇ કિનારે આવેલું પાંચ હજાર થી વધું વસ્તી ધરાવતા માણેકપુર ગામે છેલ્લા ૨૦ દિવસ થી પાણી ની સમસ્યા સર્જાઈ છે પરંતુ પાણી પુરવઠા જુથ નાં અધિકારી કર્મચારીઓ આ સમસ્યા નો ઉકેલ નહીં લાવતાં હોવાનાં કારણે લોકો ગ્રામપંચાયત નાં કુવા નું ખારૂં પાણી પીવા મજબૂર બન્યા છે. માલઢોર પશુ પાણી વગર ટળવળે લોકો પાંચ પાંચ દિવસ થી સ્નાન કરી શક્યા નથી ગ્રામજનો દ્વારા ધાર્મિક કાર્યક્રમો કરી રહ્યા છે.

પાણી બહાર થી લાવવું પડે તેવી સ્થિતિ વચ્ચે ઉના પાણી પુરવઠા જુથ યોજના ની કચેરી નાં નરાઢોર બનેલાં તંત્ર ને જગાડવા જાસી ની રાણી બની આવેલાં માણેકપુર ગામ નાં મહિલા સરપંચ ભાવુબેન રાઠોડ એ સવાર પડતાં ની સાથેજ પોતાના બે નાનાં બાળકો અને પતિ સાથે ૨૦ કી મી દુર થી જુનાં કપડાં નાં પોટલાં અને પાણી ભરવા નાં બૈડા સાથે ઉના પાણી પુરવઠા જુથ યોજનાં ની કચેરી માં આવીને પાણી આપવાની જીદ સાથે ધરણાં ઉપર બેસી ગયાં હતા.

આ વાત તંત્ર નાં કર્મચારી એ અધિકારીને પહોંચાડતા તંત્ર દોડતું થયું.  મિડીયા પણ પહોંચ્યું જ્યાં સુધી માણેકપુર ગામે પાણી નહીં પહોંચે ત્યાં સુધી પોતે કોઈ પ્રકાર નું પાણી અનાજ પણ મોંઢે નહીં લે તેવી ચીમકી આપતા જ માણેકપુર ગામ ને પાણી આપવાનું શરૂ કર્યું હતું.માણેકપુર ગામ દરીયાઇ કાંઠા વિસ્તારનું છેવાડાનું ગામ હોય લોકો વ્યવસાયે માછીમારી સાથે જોડાયેલા છે આ ગામ ને રાવલ જુથ યોજનાં હેઠળ જોડીને નર્મદા નું પાણી મળી રહે તેવાં હેતુસર સંપ ટાંકા બનાવીને મીઠાં પાણી ની પાઈપલાઈન મારફતે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે દરરોજ ગામ ની વસ્તી પશુધન ની સંખ્યા આધારીત ૧૦ લાખ લીટર પાણી ની જરૂરીયાત હોય પરંતુ માત્ર છથી સાત લાખ લીટર પાણી અપાય છે તેની સામે ધટતુ પાણી લોકો વેચાતું મેળવી ને ટાંકા મારફતે પોતાની જરૂરિયાત પુરી પાડે છે.

તેમાં પણ છેલ્લા વીસ દીવસ થી ગંભીર પાણી ની સમસ્યા ઊભી થતાં ગામલોકો દ્વારા સરપંચ નાં ઘરે દુકાને પહોંચી દેકારો મચાવતાં હોવાનાં કારણે રહેવું મુશ્કેલ બની ગયું હતું વારંવાર પાણી પુરવઠા જુથ યોજનાં હેઠળ આવતી ઊના કચેરી નાં અધિકારી ને ફરીયાદ કરવાં છતાં કોઈ પ્રત્યુતર નહીં મળતાં મહિલા સરપંચ આખરે સિંહણ નો રૂપ ધારણ કરી પરિવાર સાથે કચેરી નાં દરવાજે ધામા નાખીને પોતાનાં પાંચ દિવસ થી સ્નાન નહીં કરેલાં બાળકો ને કચેરી માં આવતાં નળ માંથી પાણી ભરીને અધિકારી સામે સ્નાન કરાવ્યું હતું

આ બાબતે સ્થાનિક અધિકારી એ એવો દાવો કર્યો હતો કે માણેકપુર ગામે નિયમિત પીવા નાં પાણી નો જથ્થો અપાય છે અને ગઈ કાલે પાણી વિતરણ કરવામાં આવ્યું હતું તો અધિકારી નાં દાવાઓ ને સાચો માનવામાં આવે તો આ પાણી ગયું ક્યાં? નર્મદા જળસંપત્તિ જુથ યોજનાં હેઠળ ની પાણી ની પાઈપલાઈન લાઈન માં જોડાયેલાં આગળ આવતાં ગામો માં પાણી નો વધું જથ્થો અપાઈ રહ્યો છે કે શું?? સરપંચ પ્રતિનિધિ નાં જણાવ્યા અનુસાર જ્યારે જ્યારે આગળ આવતાં ગામો માં પાણી પાઈપલાઈન ભાગ તોડ અને વાલ લીકેજ ની સમસ્યા થાય છે એ વખતે માણેકપુર ગામે આવતી પાણી ની લાઈન નાં વાલ બંધ કરી ને હેરાનગતી કરાય છે.

ભષ્ટ્રાચાર માટે પ્રચલિત બનેલી આ કચેરી માં વર્ષો જુનો પેઢી ગયેલો સ્ટાફ હોય અને રાવલ જુથ હેઠળ આવતાં વિશાળ સંખ્યા માં ગામો ની પાણી પાઈપલાઈન રીપેરીંગ તેમ વાલ ખરાબ થવા અન્ય મેનટેનશ નામે લાખો રૂપિયા નાં બીલો મુકી પાસ કરી લેવાતાં હોવાં છતાં મોટાભાગના ગ્રામિણ વિસ્તારોમાં પાણી ની પાઈપલાઈન સંપ ટાંકા વાલ લીકેજ થતાં જોવાં મળે છે અને લાખો ગેલન પાણી વેડફાઈ રહ્યું હોવાં નું આ તંત્ર ને દેખાતું નથી લોકો ને પાણી પહોંચતું નહીં હોવા છતાંય રેકર્ડ પર પાણી આપ્યા નાં બીલો બની જતાં હોય છે.

ખરેખર આ બાબતે પાણી પુરવઠા સિંચાઇ નર્મદા જળસંપત્તિ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને રાજ્ય સરકાર નાં મંત્રી દ્વારા ગંભીર બની ગાંધીનગર ટીમ દ્વારા તપાસ કરી વાસ્તવિક સ્થિતિ નું નિરિક્ષણ કરી જવાબદાર અધિકારી કર્મચારીઓ સામે પગલાં લેવાં માંગણી ઉઠવા પામી છે અને ગ્રામ્ય વિસ્તારો સુધી મીઠાં પાણી પહોંચતા થાય તોજ સરકાર ની આ યોજના સાચાં અર્થમાં સાર્થક બની ગણાશે

વીસ દિવસ થી પાણી નહીં મળતાં સ્ટોરેજ સંપૂર્ણ ખાલી થઈ ગયાં:: સરપંચ પ્રતિનિધિ લાખાભાઇ રાઠોડ

માણેકપુર ગામે છેલ્લા ૨૦ દિવસ થી પાણી પુરવઠા જુથ યોજનાં હેઠળ પાણી નહીં મળતાં સંપ ટાંકા માં રહેલો પાણી નો જથ્થો સંપૂર્ણ ખાલી થઈ ગયો હોવાથી લોકો ને પીવા નું પાણી બહાર થી ટેન્કર મારફતે લાવવું પડે છે અને માલઢોર ઘર વપરાશ માટે ગ્રામપંચાયત નાં કુવા માંથી ખારું પાણી ભરી લોકો ને વાપરવા મજબુર બનવું પડે છે આવી સ્થિતિમાં લોકો ની સમસ્યા જોઈ શકાય નહીં ગ્રામજનો દ્વારા ધાર્મિક કાર્યક્રમો યોજાયો છે ત્યાં પણ પાણી બહાર થી લાવવું પડે આવી પરિસ્થિતિ હેઠળ અમારે ગામ ને શું મોઢું બતાવવું આવી ગંભીર સમસ્યા નો ઉકેલ લાવવા નાનાં બાળકો સાથે કચેરી એ આવી તંત્ર ને જગાડવું પડે તે શરમજનક બાબત સરપંચ પ્રતિનિધિ લાખાભાઇ રાઠોડ એ ગણાવી રોષ વ્યક્ત કર્યો હતો

તડ અને ફડ જ્યાં સુધી પાણી ગામ માં નહીં પહોંચે ત્યાં સુધી બાળકો સાથે ભુખ્યા તરસ્યા બેસી રહેશુ::: મહિલા સરપંચ ભાનુબેન રાઠોડ

માણેકપુર ગામ નાં મહિલા સરપંચ ભાનુબેન રાઠોડ જાણે મન બનાવી તંત્ર ને ચમત્કાર બતાવવા આવ્યા હોય તેમ ગ્રામજનો ની પાણી ની સમસ્યા ની રજુઆત કરવાં તેનાં પતિ સાથે બે નાનાં ભૂલકાંઓને ને તેનું આવનારૂ ભવિષ્ય કેવું હશે તે નજરે દેખાડવા લાવ્યા હોય તેમ કચેરી ખુલ્યા પહેલાં માથે કપડાં નાં પોટલાં અને કાંખ માં પાણી ભરવાના બૈડા આંગળી એ ભુલકાઓ પકડી ગ્રાઉન્ડ માં બેસી ગયાં કર્મચારી આવતાં જ માણેકપુર ગામ ને પાણી આપો નો પોકાર કર્યો કચેરી ખાતે અધિકારી નહીં હોવાથી મોબાઈલ ની રીંગ વાગવાનું ચાલું થયું ઈનચાર્જ અધિકારી કોર્ટ માં તારીખે ગયાં હોય ત્યાં વાત પહોંચી અને પાણી કાલે આપ્યું તેવો જવાબ મળતાં જ માણેકપુર નાં મહિલા સરપંચ ની કમાન છટકી અને પાણી ક્યાં ગયું તેવો સવાલ ઉઠ્યો?? આખરે સિંહણ બની આવેલાં મહિલા સરપંચ એ પતિ બાળકો સાથે જ્યાં સુધી માણેકપુર ગામે પાણી નહીં પહોંચે ત્યાં સુધી બાળકો સાથે ભુખ્યા તરસ્યા ધરણાં પર બેસી રહેવા તંત્ર સામે નિર્ધાર કર્યો અને તંત્ર દોડતું થયું બપોર નાં બાર વાગ્યા સુધી માં પાણી માણેકપુર પહોંચતા મહિલા સરપંચ તેનાં પતિ બાળકો સાથે ઘરે રવાનાં થયાં હતાં

મીડીયા સામે અધિકારી બોલ્યા ઉપર થી પાણી બંધ હતું તો ક્યાંથી આવ્યું પાણી!!

પુરવઠા પાણી જુથ યોજનાં હેઠળ આવતી ઉના ની મુખ્ય કચેરી માં રેગ્યુલર અધિકારી નહીં હોવાથી ચાર્જ વેરાવળ કચેરી નાં અધિકારી પાસે હોય તેમનો મોબાઈલ કોન્ટેક્ટ કરતાં તેમણે પહેલા તો નિયમિત પાણી વિતરણ થતું હોવાનું ગાણું ગાયું હતું ત્યાર બાદ મીડીયા ને જણાવ્યું હતું કે ઉપર થી પાણી બંધ હોવાનું કહ્યું હતું મીડીયા એ ઉપર ક્યાં તેનો ખુલાસો કર્યો નહીં અને ફોન કટ કરી નાખ્યો હતો ત્યાર બાદ ફરી મોબાઈલ આવતાં જણાવ્યું હતું કે કચેરી નાં કર્મચારીઓ ને સુચનાઓ આપી દીધી છે પાણી માણેકપુર ગામે પહોંચતું કરી રહ્યા છે પરંતુ સવાલ એ ઉઠી રહ્યો છે કે વારંવાર સરપંચ પ્રતિનિધિ દ્વારા પાણી નહીં મળતું હોવાની ફરીયાદો કરવાં છતાં ૨૦ દીવસ થી પાણી ની સમસ્યા અંગે આ અધિકારી કેમ મૌન રહ્યા? શું તેને જાણ નહોતી? પાણી નિયમિત આપવા નાં દાવા કરાય છે તો પાણી ક્યાં ગયું તેની તપાસ કરવા ની જવાબદારી બનતી નથી?

ગ્રામજનો ને પાણી નાં વાટકે વહેવાર એક બીજા નાં સાર્થી બની રહ્યા

સરપંચ નાં કહેયા મુજબ માણેકપુર ગ્રામજનો એક બીજા સાથે હળીમળીને રહેછે જેમ પાડોશી ને મીઠાં નાં વહેવાર હોય તેમ અહીં યા પાણી આપવા નાં સંબંધ છે જ્યારે પાણી ની સમસ્યા સર્જાય ત્યારે એક બીજાં પાસે રહેલ પાણી નો સ્ટોરેજ માંથી આડોશી પાડોશી એક બીજા ને મીઠાં પાણી પીવા અને ઘરમાં વાપરવાં આપી મદદરૂપ થાય પૈસા પાત્રો લોકો પણ બહારથી ટેન્કરોમાં મીઠાં પાણી લાવીને મદદરૂપ થાય છે

મહિલા સરપંચ એ પોતાનાં બાળકોને કચેરી દરવાજે સ્નાન કરાવ્યું

પાણી ની સમસ્યા નાં કારણે છેલ્લા પાંચ દિવસથી પોતાના બાળકોને સ્નાન કર્યા વગર રહ્યા હોય ત્યારે પાણી પુરવઠા જુથ યોજનાં ની કચેરી માં આવતું નળ કનેકશન માંથી પાણી નું બૈડુ ભરીને બન્ને નાનાં ભૂલકાંઓને ને કચેરી નાં દરવાજા સામે સ્નાન કરાવ્યું હતું આ દ્રષ્ય કર્મચારી અને મીડિયા નાં કેમેરે કેદ થયાં હતાં આ વખતે મહિલા સરપંચ બોલ્યા હતાં અમારાં ગામે પાણી આવતું નથી અધિકારી અહીંયા ફીલટર પાણી પીવે છે તો કમસેકમ અમારાં બાળકો ને નવડાવી અધિકારી નાં આત્માને જગાડવો પડ્યો છે


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતમાં ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કર્યા પછી વિધર્મી યુવકે મહિલા પર ગુજાર્યો બળાત્કાર

આ પણ વાંચો:સુરતમાં 6 વર્ષની બાળકીની પથ્થર વડે કરાઈ નિર્મમ હત્યા

આ પણ વાંચો:સુરતમાં 100 કરોડના ચકચારી બોગસ બિલિંગ કાંડમાં આરોપી કસ્ટડીમાં