Gujarat/ ધોરણ 12 સાયન્સનાં ફોર્મ ભરવાનું શરૂ, જરૂરી વિગતો માટે આ વેબસાઇટની લો મુલાકાત

રાજ્યમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી પરીક્ષા માટે આજથી ધોરણ 12 સાયન્સનાં ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે….

Gujarat Others
Untitled 26 ધોરણ 12 સાયન્સનાં ફોર્મ ભરવાનું શરૂ, જરૂરી વિગતો માટે આ વેબસાઇટની લો મુલાકાત

@બ્રિન્દા રાવલ, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

રાજ્યમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી પરીક્ષા માટે આજથી ધોરણ 12 સાયન્સનાં ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે. આજથી એક મહિના સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે.

જેમાં રિપિટરે પણ ફરજિયાત ઓનલાઈન ફોર્મ ભરવુ પડશે. જેમાં GSBE એ જણાવ્યું છે કે, regular ફી સાથે 21 જાન્યુઆરીથી 20 ફેબ્રુઆરી સુધી રાતનાં 12 વાગ્યા સુધી બોર્ડની વેબસાઇટ પર આવેદન પત્રો ભરી શકાશે. ધોરણ-12 નાં વિજ્ઞાનપ્રવાહનાં તમામ નિયમિત અને રીપીટર વિદ્યાર્થીઓએ ફરજીયાત ઓનલાઇન ફોર્મ ભરવા પડશે. જેની જરૂરી વિગતો બોર્ડની વેબસાઇટ gseb.org પર મૂકવામાં આવી છે.

રાજ્યની તમામ વિજ્ઞાન પ્રવાહની ઉચ્ચત્તર માધ્યમિક શાળાનાં સંચાલકો, આચાર્યો, શિક્ષકો, વહીવટી કર્મચારીઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓને જણાવાયું છે કે, ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ વર્ષ 2021 ની બોર્ડની જાહેર પરીક્ષાનાં આવેદન ઓનલાઇન gseb ની વેબસાઈટ પર ભરી શકાશે. જેમાં રિપિટરે પણ ફરજિયાત ઓનલાઈન ફોર્મ ભરવું પડશે.

Covid-19: રાજ્યમાં ઝડપથી ઘટી રહ્યા છે કોરોનાનાં કેસ, છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા કેસ

Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં આજે ત્રીજા દિવસે હેલ્થ કેર વર્કર્સમાં રસીકરણ માટે ઉત્સાહ જોવા મળ્યો

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો