અમદાવાદ/ આજથી ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ કાર્ય શરૂ ,વિદ્યાર્થીઓ પ્રવેશ માટે ભરી શકશે ઓનલાઇન ફોર્મ

ગુજરાત બોર્ડ સહિતના કોઈ પણ બોર્ડના વિદ્યાર્થીઓ ઓનલાઈન ફોર્મ ભરી પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લઈ શકશે.

Ahmedabad Gujarat
Untitled 145 આજથી ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ કાર્ય શરૂ ,વિદ્યાર્થીઓ પ્રવેશ માટે ભરી શકશે ઓનલાઇન ફોર્મ

ગુજરાત યુનિવર્સિટી દ્વારા આજ થી યુજીમાં ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા શરૃ કરવામાં આવી છે . થોડા દિવસ પહેલા જ  ૧૨ સાયન્સનું પરિણામ જાહેર થયું હતું .  જે અંતર્ગત પ્રથમ તબક્કામા બી.એસસી માટે વિદ્યાર્થીઓના ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૃ કરાશે. તેમજ  આ વર્ષથી યુનિ.દ્વારા તમામ યુજી-પીજી કોર્ષ પિન વગરની રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૃ કરવામા  આવશે જેથી  વિદ્યાર્થીને પિન નહી લેવો પડે અને પિન નંબર વગર જ ઓનલાઈન રજિસ્ટ્રેશન થશે.

દર વર્ષે યુનિ.દ્વારા દરેક કોર્સમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે પિન વિતરણ કરવામા આવે છે જેમાં  ઘણા વિદ્યાર્થીઓ ખોટા ખોટા પિન લઈને રાખી મુકતા હોવાથી હવે પિનની ઝંઝટ દૂર કરી દેવાઈ છે.વિદ્યાર્થીએ ઈમેઈલ આઈડી અને પાસવર્ડ ક્રિએટ કરીને પોતાનું એકાઉન્ટ બનાવવાનું રહેશે અને જેના દ્વારા તે ફોર્મ ભરી શકશે. માર્કશીટ જાહેર થયા બાદ અને બોર્ડમાંથી યુનિ.ને વિદ્યાર્થીઓના માર્કસનો ડેટા મળ્યા બાદ ફાઈનલ સબમીશન કરાશે.હાલ વિદ્યાર્થી રજિસ્ટ્રેશન ફોર્મ સાથે એલસી,માર્કશીટ,કેટેગરી પ્રમાણપત્ર ,ક્રિમિલેયર સર્ટિફિકેટ,ઈડબલ્યુએસ સર્ટિફિકેટ સહિતના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.

ગુજરાત બોર્ડ સહિતના કોઈ પણ બોર્ડના વિદ્યાર્થીઓ ઓનલાઈન ફોર્મ ભરી પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લઈ શકશે. વિદ્યાર્થીને દરેક કોર્સમાં માહિતી પુસ્તિકા ઓનલાઈન જોવા મળશે. યુનિ.દ્વારા નવા શરૃ કરાયેલા એમએસસી ઈન્ટિગ્રેટેડના કોર્સમાં સાયન્સ સાથે કોમર્સ-સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ પણ પ્રવેશ લઈ શકશે.