Covid-19/ દેશમાં આજે 287 દિવસ બાદ આવ્યા સૌથી ઓછા કોરોનાનાં કેસ, મોતનો આંક ઘટ્યો

દેશમાં આજે કોરોનાનાં કેસમાં મોટો ઘટાડો નોંધાયો છે. જે દર્શાવે છે કે ભારતમાં કોરોના વિરુદ્ધ લડવામાં દેશ આગળ વધી રહ્યો છે. વળી દેશમાં વેક્સિન પણ ઝડપથી આપવામા આવી રહી છે.

Top Stories India
કોરોનાનાં કેસ

વૈશ્વિક કોરોના વાયરસનાં કેસ વધીને 25.38 કરોડ થઈ ગયા છે. આ મહામારીનાં કારણે અત્યાર સુધીમાં 51 લાખથી વધુ લોકોનાં મોત થયા છે, જ્યારે 7.49 અબજથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા આ આંકડા શેર કરવામાં આવ્યા છે. મંગળવારે સવારે તેના નવીનતમ અપડેટમાં, યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (CSSE) એ અહેવાલ આપ્યો કે, વર્તમાન વૈશ્વિક કેસ, મૃત્યુ અને રસીકરણની કુલ સંખ્યા અનુક્રમે 253,807,313, 5,106,530 અને 7,492,843,205 છે. વળી જો ભારતની વાત કરીએ તો અહી આજે કોરોનાનાં કેસમાં મોટો ઘટાડો નોંધાયો છે.

આ પણ વાંચો – મુસિબતમાં ડ્રેગન! / ચીનમાં કોરોનાનાં ડેલ્ટા વેરિઅન્ટનો જોવા મળ્યો કહેર, ઘણા શહેરોમાં લાગ્યું Lockdown

દેશમાં આજે કોરોનાનાં કેસમાં મોટો ઘટાડો નોંધાયો છે. જે દર્શાવે છે કે ભારતમાં કોરોના વિરુદ્ધ લડવામાં દેશ આગળ વધી રહ્યો છે. વળી દેશમાં વેક્સિન પણ ઝડપથી આપવામા આવી રહી છે એક આ પણ કારણ કોરોનાનાં કેસમાં ઘટાડો થવા પાછળ છે. મંગળવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા અપડેટ કરાયેલા ડેટા અનુસાર, ભારતમાં 8,865 નવા કેસ નોંધાયા સાથે કોવિડની સંખ્યા વધીને 3,44,56,401 થઈ ગઈ છે. આ સાથે, દેશમાં સક્રિય કેસ ઘટીને 1,30,793 પર આવી ગયા છે, જે 525 દિવસમાં સૌથી ઓછો છે. સવારે અપડેટ કરાયેલ ડેટા દર્શાવે છે કે 197 નવા મૃત્યુ નોંધાયા બાદ મૃત્યુઆંક 4,63,852 પર પહોંચી ગયો છે. નવા કોરોના વાયરસનાં ચેપમાં દૈનિક વધારો સતત 39 દિવસથી 20,000 ની નીચે રહ્યો છે અને સતત 142 દિવસથી દરરોજ 50,000 થી ઓછા નવા કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, “સક્રિય કેસોની સંખ્યા ઘટીને 1,30,793 થઈ ગઈ છે, જેમાં કુલ ચેપના 0.38 ટકાનો સમાવેશ થાય છે, જે માર્ચ 2020 પછીનો સૌથી ઓછો છે, જ્યારે રાષ્ટ્રીય COVID-19 રિકવરી રેટ 98.27 ટકા નોંધાયો છે, જે માર્ચ 2020 પછી સૌથી વધુ છે.”

આ પણ વાંચો – ગમખ્વાર અકસ્માત / બિહારના લખીસરાયમાં ગમખ્વાર અકસ્માત થતાં ઘટનાસ્થળે 6 લોકોનાં મોત,4 ઇજાગ્રસ્ત

24 કલાકનાં સમયગાળામાં સક્રિય COVID-19 કેસ લોડમાં 3,303 કેસનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. દૈનિક પોઝિટિવિટી રેટ 0.80 ટકા નોંધાયો હતો. છેલ્લા 43 દિવસમાં તે 2 ટકાથી ઓછો છે. સાપ્તાહિક પોઝિટિવિટી રેટ પણ 0.97 ટકા નોંધાયો હતો. મંત્રાલયનાં જણાવ્યા અનુસાર, છેલ્લા 53 દિવસથી તે 2 ટકાથી નીચે છે. આ રોગમાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 3,38,61,756 થઈ ગઈ છે, જ્યારે મૃત્યુ દર 1.35 ટકા નોંધાયો છે.