Education/ આજે દસ મહિના બાદ રાજ્યભરમાં ખાસ તકેદારી સાથે શાળા-કોલેજોમાં શિક્ષણનો પ્રારંભ

વિશ્વભરમાં કોરોના મહામારીના કારણે શિક્ષણ ક્ષેત્ર પર સૌથી મોટી અસર પડી છે. રાજ્યમાં કોરોના વાઈરસના પગલે લોકડાઉન અને ત્યારબાદ કેસમાં થતી વધ-ઘટના કારણે છેલ્લા 297 દિવસથી એટલે કે આશરે દશ

Top Stories Gujarat
1

વિશ્વભરમાં કોરોના મહામારીના કારણે શિક્ષણ ક્ષેત્ર પર સૌથી મોટી અસર પડી છે. રાજ્યમાં કોરોના વાઈરસના પગલે લોકડાઉન અને ત્યારબાદ કેસમાં થતી વધ-ઘટના કારણે છેલ્લા 297 દિવસથી એટલે કે આશરે દશ મહિનાથી બંધ રહેલી સ્કૂલ-કોલેજો આજથી શરૂ થશે. સ્કૂલોમાં ધોરણ10 અને ધોરણ 12નાના જ વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કાર્યનો આજથી પ્રારંભ થવા જઇ રહ્યો છે. પરંતુ શાળા સંચાલકો અને વિદ્યાર્થીઓએ પૂરતી તકેદારી રાખવી પડશે. આ અંગે શિક્ષણ મંત્રીએ આપેલી ગાઇડ લાઇનનું અનુસરણ કરવું પડશે.

Schools to reopen in these states post Diwali: State-wise list, guidelines  here

PM Modi / કોરોના રસીકરણ મુદ્દા પર વડાપ્રધાન મોદીની મુખ્યમંત્રીઓ સાથે બ…

રાજ્યભરમાં આજે શાળાઓ ઉપરાંત કોલેજોમાં પણ પોસ્ટ ગ્રેજ્યુએટ અને અંડર ગ્રેજ્યુએટમાં અંતિમ વર્ષના વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય શરૂ થવા જઈ રહ્યું છે. સ્કૂલોમાં રોજેરોજ શૈક્ષણિક કાર્ય થશે. જ્યારે કોલેજોમાં એકી-બેકી તારીખ પ્રમાણે અભ્યાસ કરાવવામાં આવશે. જો બધુ સમુ-સુતરું પાર ઉતર્યું તો ફેબ્રુઆરી માસથી સ્કૂલોમાં ધોરણ 9 અને 11તથા કોલેજોમાં અંતિમ વર્ષ સિવાયના વર્ષના વિદ્યાર્થીઓનો પણ અભ્યાસક્રમ રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે.

Schools reopen, only 950 pupils show up

Birdflu / બર્ડફ્લુનો કહેર , MPમાં હવે મોરો અને ચામાચીડિયાનોના પણ મોત…

શાળાઓ અને કોલેજો ઉપરાંત ગુજરાત યુનિવર્સિટીના પીજી ડિપાર્ટમેન્ટ આજથી શરૂ થશે. સંલગ્ન કોલેજોમાં અંતિમ વર્ષના વિદ્યાર્થીઓનુ શિક્ષણ કાર્ય પણ આજથી શરૂ થવા જઈ રહ્યું છે. આશરે 6,000 વિદ્યાર્થીઓ પીજી ડિપાર્ટમેન્ટમાં આવે તેવી શક્યતા છે. કોલેજોમાં કેટલા વિદ્યાર્થીઓને બોલાવવા તે પ્રિન્સિપાલ નક્કી કરશે. ફરીથી શૈક્ષણિક માહોલ ઉભો કરવા પ્રયાસ કરવામાં આવશે.

HRD formulating safety guidelines for schools, colleges to ensure social  distancing when they reopen - The Economic Times

Gujarat / દુબઈમાં એક કરોડનું પેકેજ છોડી દીક્ષા ગ્રહણ કરશે મહેસાણાના હિ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…