T20 World Cup/ આજે બાબર આઝમનો વિરાટ રેકોર્ડ તોડવા મેદાનમાં ઉતરશે કેપ્ટન કોહલી

કેપ્ટન વિરાટ કોહલી ફરી એકવાર ટીમ ઈન્ડિયા માટે મોટી ઈનિંગ રમવાની તૈયારી કરી રહ્યો છે. આ દરમિયાન વિરાટ કોહલી આ મેચમાં નવો રેકોર્ડ બનાવી શકે છે. આ માટે તેણે અડધી સદીની ઇનિંગ્સ રમવી પડશે.

Sports
કોહલી અને બાબર

ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડકપમાં પોતાની બીજી મેચની તૈયારી કરી રહી છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 31 ઓક્ટોબરે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં મેચ રમાશે. ભારતીય ટીમ આ મેચ જીતીને સેમીફાઈનલની રેસ ચાલુ રાખવાનો પ્રયાસ કરશે.

કોહલી અને બાબર

આ પણ વાંચો – T20 World Cup / પાકિસ્તાની પત્રકારે કર્યો એવો સવાલ અફઘાન કેપ્ટન પ્રેસ કોન્ફરન્સમાંથી ઉઠીને ચાલ્યા ગયા

આ દરમિયાન કેપ્ટન વિરાટ કોહલી ફરી એકવાર ટીમ ઈન્ડિયા માટે મોટી ઈનિંગ રમવાની તૈયારી કરી રહ્યો છે. આ દરમિયાન વિરાટ કોહલી આ મેચમાં નવો રેકોર્ડ બનાવી શકે છે. આ માટે તેણે અડધી સદીની ઇનિંગ્સ રમવી પડશે. આ પહેલા વિરાટ કોહલીએ પાકિસ્તાનની મેચમાં પણ અડધી સદી ફટકારી હતી, પરંતુ તે ટીમનાં કામમાં આવી શકી ન હોતી. હવે જોવાનું એ રહેશે કે બીજી મેચમાં વિરાટ કોહલીનું બેટ કેવું ચાલે છે. ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલીએ કેપ્ટન તરીકે 14 વખત T20માં 50થી વધુ રનની ઈનિંગ રમી છે. વળી, પાકિસ્તાનનાં કેપ્ટન બાબર આઝમ પણ એ જ સ્થાન પર ઉભા છે. બાબર આઝમે કેપ્ટન તરીકે 14 વખત 50 થી વધુ રનની ઇનિંગ રમી છે. જો વિરાટ કોહલી આ મેચમાં 50 કે તેથી વધુ રન બનાવે છે તો તે પાકિસ્તાન કેપ્ટન બાબર આઝમને પાછળ છોડી દેશે. પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ હાલમાં તેના જીવનનાં શ્રેષ્ઠ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. અત્યાર સુધી તેણે T20 વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.

વિરાટ અને બાબર

આ પણ વાંચો – T20 World Cup / ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ મેચ પહેલા શાર્દુલ ઠાકુર અને ઈશાન કિશનનો Couple ડાન્સ કરતો Video Viral

આ પહેલા દુબઈમાં અફઘાનિસ્તાન સામેની મેચમાં બાબર આઝમે વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. તેણે આ મેચમાં 45 બોલમાં 51 રન બનાવ્યા હતા અને પાકિસ્તાને અફઘાનિસ્તાનને પાંચ વિકેટથી હરાવ્યું હતું. આ દરમિયાન બાબર આઝમે આંતરરાષ્ટ્રીય T20 મેચોમાં કેપ્ટન તરીકે સૌથી ઝડપી 1000 રન પૂરા કરનાર કેપ્ટન વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો હતો. હવે વિરાટ કોહલી પાસે બાબર આઝમને પાછળ છોડવાની તક છે. આપને જણાવી દઈએ કે, બાબર આઝમે માત્ર 26 ઇનિંગ્સમાં આ સ્થાન હાંસલ કર્યું છે, જ્યારે ભારતીય કેપ્ટનને 1000 રન સુધી પહોંચવામાં 30 ઇનિંગ્સ લાગી હતી. આ દરમિયાન દક્ષિણ આફ્રિકાનાં ફાફ ડુ પ્લેસિસ (31), ઓસ્ટ્રેલિયાનાં એરોન ફિન્ચ (32) અને ન્યૂઝીલેન્ડનાં કેન વિલિયમસન (36) ટોપ પાંચમાં હાજર છે. આ સાથે પાકિસ્તાને T20 વર્લ્ડકપમાં જીતની હેટ્રિક લગાવી છે. તે તેના જૂથમાં ટોચ પર રહે છે.