Not Set/ MadeByGoogle ઇવેન્ટમાં આજે Pixel 3 સાથે લોન્ચ થશે આ પ્રોડક્ટ્સ, જાણો માહિતી

આજે રાત્રે સાડા આઠ વાગે MadeByGoogle ઇવેન્ટ શરુ થવાની છે. ગુગલની આ ઇવેન્ટ કંપનીની હાર્ડવેયર ઇવેન્ટમાની એક છે. આ ઇવેન્ટમાં ગુગલ પોતાનાં ફ્લેગશીપ સ્માર્ટફોન Pixel 3, Pixel 3 XL લોન્ચ કરશે. આ સાથે કંપની  Pixel slate ટેબ્લેટ, ગુગલ હોમ હબ, ગુગલ પીક્સલ બુક, ગુગલ ક્રોમ્સેત જેવી પ્રોડક્ટ્સ પણ લોન્ચ કરી શકે છે. તમે આ ઇવેન્ટને […]

Top Stories World Tech & Auto
made by google MadeByGoogle ઇવેન્ટમાં આજે Pixel 3 સાથે લોન્ચ થશે આ પ્રોડક્ટ્સ, જાણો માહિતી

આજે રાત્રે સાડા આઠ વાગે MadeByGoogle ઇવેન્ટ શરુ થવાની છે. ગુગલની આ ઇવેન્ટ કંપનીની હાર્ડવેયર ઇવેન્ટમાની એક છે.

આ ઇવેન્ટમાં ગુગલ પોતાનાં ફ્લેગશીપ સ્માર્ટફોન Pixel 3, Pixel 3 XL લોન્ચ કરશે. આ સાથે કંપની  Pixel slate ટેબ્લેટ, ગુગલ હોમ હબ, ગુગલ પીક્સલ બુક, ગુગલ ક્રોમ્સેત જેવી પ્રોડક્ટ્સ પણ લોન્ચ કરી શકે છે. તમે આ ઇવેન્ટને યુ ટ્યુબ પર લાઇવ જોઈ શકો છો. આ MadeByGoogle ઇવેન્ટ ન્યુ યોર્કમાં થશે. તમે યુ ટ્યુબ ચેનલ Made By Google પર આજે સાંજે સાડા આઠ વાગ્યે સીધું પ્રસારણ જોઈ શકો છો.

Pixel સ્માર્ટફોન

Google Pixel 3 XL MadeByGoogle ઇવેન્ટમાં આજે Pixel 3 સાથે લોન્ચ થશે આ પ્રોડક્ટ્સ, જાણો માહિતી
Today in Made By Google event company will launch, Pixel 3 along with these products, know about these products NEWS

આ ઇવેન્ટમાં બે વર્ઝન લોન્ચ થશે આ ફોનનાં. Pixel 3ની કીમત 1,50,000 રૂપિયા છે. આ ફોનમાં Qualcomm’s Snapdragon 845 પ્રોસેસર છે. આ ફોન બે વેરીએન્ટ 4 GB RAM + 64 GB और 4 GB RAM + 128 GB સ્ટોરેજ સાથે લોન્ચ કરવામાં આવશે. બેટરી 3,430 mAhની હોઈ શકે છે.

Google Home Hub

ગુગલે ગયાં વર્ષે ગુગલ હોમ મીની અને ગુગલ હોમ મેક્સ લોન્ચ કર્યું હતું. આ વર્ષે કંપની સ્માર્ટ સ્પીકર લોન્ચ કરવાની તૈયારીમાં છે જેમાં 7 ઇંચનું ટચસ્ક્રીન ડિસ્પ્લે હશે.

Pixel Slate Tablet

પહેલું ક્રોમ ઓપરેટીંગ સીસ્ટમ આધારિત ટેબ્લેટ લોન્ચ કરી શકે છે જેનું નામ ગુગલ પીક્સલ સ્લેટ છે. આ સિવાય આ પીક્સલ બુક પેન સાથે પણ કામ કરશે.

Google Pixelbook

ગુગલ પીક્સલ બુકનું પણ અપડેટેડ વર્ઝન લોન્ચ થઇ શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આજે બે પીક્સલ બુક ડિવાઈસ Altlas અને Nocturne પણ લોન્ચ કરી શકે છે.

Google Chromecast 3rd generation

ગુગલ આ વખતે નવું ક્રોમકાસ્ટ લોન્ચ કરી શકે છે. આ નવું ક્રોમકાસ્ટ હાલનાં ક્રોમ કાસ્ટ કરતાં ઘણું અલગ હશે.