આરંભ દિવસ/ આજે ભાજપ સ્થાપના દિવસ, ઘરે ઘરે લહેરાય રહ્યો છે કેસરિયો

ધ્વજ સાથે બૂથ રેલી યોજી તેમજ ધ્વજ ફરકાવીને ભાજપ સ્થાપના દિવસની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.

Top Stories
ભાજપ સ્થાપના દિવસ

દેશની જૂની નહિ પરંતુ વધુ લોકપ્રિય કહી શકાય તેવી રાજનૈતિક પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી (ભાજપ).સમગ્ર દેશને રાજકારણ શીખવનાર અને રાજકીય ક્ષેત્રે અનેક ઈતિહાસ રચનાર ભારતીય જનતા પક્ષની શરૂઆત આજથી 42 વર્ષ પૂર્વે આજના દિવસે એટલે કે 6 એપ્રિલનાં રોજ ભારતીય જનતા પાર્ટીની શરૂઆત થઇ હતી. જે ચાર દાયકામાં દેશમાં એક મહત્વનો અને ક્યારેય કોઇ બીટ કરી શકે નહિ તેવો પક્ષ બની ગયો. ભાજપના સ્થાપના દિવસ ને લઈને ભારતીય જનતા પક્ષનાં તમામ કાર્યકરો ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ દિવસને વધુ ખાસ બનાવવા માટે છેલ્લા ઘણા દિવસથી કાર્યકરો તૈયારી કરી રહ્યા અને આજે દરેક કાર્યકર્તાઓ તેના ઘર ઉપર ભાજપનાં ધ્વજ લગાવી, તેના ફોટા સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરીને તેની ખુશી વ્યક્ત કરશે. દેશભરમાં તો ભાજપ સ્થાપના દિવસ ની ઉજવણી વિવિધ રીતે થવાની જ છે ત્યારે ગુજરાતમાં પેજ કમિટીની બેઠક, ભાજપના ધ્વજ સાથે બૂથ રેલીનું આયોજન અને ટીફિન બેઠક (ભોજન) સાથે ભાજપ સ્થાપના દિવસની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત ભારતીય જનતા પાર્ટીમાં ઈતિહાસ રચનાર રાજનેતા તરીકે જાણીતા અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 વાગ્યે દેશને સંબોધન કરશે અને દેશભરમાં રહેલા તમામ કાર્યકર્તાઓને પ્રોત્સાહિત કરશે.

ભારતીય જનતા પાર્ટી દ્વારા પક્ષના બર્થડેને કેક કાપીને ઉજવવા કરતા સામાજિક ન્યાય સપ્તાહ તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. 7 એપ્રિલથી 20 એપ્રિલ સુધી ભાજપ અવનવી રીતે ઉજવણી કરશે તે દરમિયાન 12 એપ્રિલને રસીકરણ દિવસ તરીકે ઉજવશે. 13 એપ્રિલને ગરીબ કલ્યાણ અન્ન યોજના સંબંધિત કાર્યક્રમ કરશે. 14 એપ્રિલે બાબાસાહેબ આંબેડકર જયંતિ પર બુથ સ્તરે કાર્યક્રમ કરવામાં આવશે. જ્યારે 16 એપ્રિલે અનુસુચિત જાતિના લોકોએ સમાજ માટે કામ કર્યું છે તેમનું સન્માન કરશે. આજનો દિવસ ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ મહત્વનો છે કારણકે એપ્રિલ 1980થી ભારતની સત્તાધારી પાર્ટીનો અસ્તિત્વમાં આવી હતી. શ્યામા પ્રસાદ મુખર્જીએ 1951માં જન સંઘની સ્થાપ્ના કરી હતી. આ જન સંઘને ભાજપની જનતા માનવામાં આવે છે. 1977માં અનેક નાની પાર્ટીઓ ભેગી કરીને જન સંઘનો જનતા પાર્ટીમાં વિલય કરવામાં આવ્યો હતો. ત્યારબાદ અટલ બિહારી બાજપેયીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી એટલે કે ભાજપની સ્થાપ્ના કરી અને ત્યારથી પક્ષ સતત પ્રગતિ અને સફળતાના શિખરો સર કરે છે.

ભારતીય સ્થાપાના દિવસની ગુજરાતમાં ઉજવણી વિશે વાત કરતા યુવા મોરચા પ્રમુખ ડૉ.પ્રશાંત કોરાટે એક નિવેદનમાં જણાવ્યું કે, આખા ગુજરાતમાં આ દિવસને રેલી કાઢી ઉજવણી કરવામાં આવશે. ઇન્ડિયા કોલોનીથી સુરત સુધી બાઇક રેલીનું આયોજન કરવામાં આવનાર છે. આ યાત્રામાં 75 બાઇક અને ટેબ્લો સાથે રેલીનું આયોજન કરાશે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ  યાત્રાનું આયોજન કરવામાં આવનાર છે અને તમામ કાર્યકરો પોતાના ઘરે ભાજપનો ધ્વજ લહેરાવી ઉજવણી કરશે.

આ પણ વાંચો :ભાજપની નબળી કઈ કડીઓ વટાવવા ‘આપ’ની બાજનજર

આ પણ વાંચો :વિદેશ મંત્રી જયશંકરે યુએસ સ્ટેટ સેક્રેટરી બ્લિંકન સાથે કરી વાત, યુક્રેન મુદ્દે કરવામાં આવી ચર્ચા

આ પણ વાંચો : કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર,જાણો વિગત

આ પણ વાંચો :સચિવાલયના ગેટ આગળ વિદ્યા સહાયકોનો હલ્લા બોલ, સ્થાનિક પોલીસ દ્વારા તમામની અટકાયત કરાઇ