Not Set/ આજે મહાઅષ્ટમીનો પર્વ, રાજ્યભરનાં મંદિરમાં હોમ હવનનું આયોજન

આસ્થા-સાધના-તપ-જપ-ઉલ્લાસના પર્વ શારદીય નવરાત્રિ વરસાદી વિઘ્ન સાથે સમાપન ને આરે પહોચી છે. આજે આસો સુદ અષ્ટમી છે. જેને દુર્ગાષ્ટમી, મહાઅષ્ટમી, હવનાષ્ટમી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ નિમિત્તે અમદાવાદ સહિત રાજ્યભરના વિવિધ મંદિરમાં પણ હવનનું આયોજન કરવામાં આવ્યું છે. મહાઅષ્ટમી દરમિયાન મંદિરમાં માતાજીના અને વિશેષ કરીને શક્તિપીઠના દર્શન કરવાનું મહાત્મ્ય છે. જેના કારણે આજે વહેલી […]

Gujarat Others
bhadrakali આજે મહાઅષ્ટમીનો પર્વ, રાજ્યભરનાં મંદિરમાં હોમ હવનનું આયોજન

આસ્થા-સાધના-તપ-જપ-ઉલ્લાસના પર્વ શારદીય નવરાત્રિ વરસાદી વિઘ્ન સાથે સમાપન ને આરે પહોચી છે. આજે આસો સુદ અષ્ટમી છે. જેને દુર્ગાષ્ટમી, મહાઅષ્ટમી, હવનાષ્ટમી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ નિમિત્તે અમદાવાદ સહિત રાજ્યભરના વિવિધ મંદિરમાં પણ હવનનું આયોજન કરવામાં આવ્યું છે.

મહાઅષ્ટમી દરમિયાન મંદિરમાં માતાજીના અને વિશેષ કરીને શક્તિપીઠના દર્શન કરવાનું મહાત્મ્ય છે. જેના કારણે આજે વહેલી સવારથી મોડી રાત સુધી શક્તિપીઠ અંબાજી, ચોટીલા, પાવાગઢ, હરસિદ્ધિ માતા, અમદાવાદના  નગરદેવી ભદ્રકાળી માતા, માધુપુરાના અંબાજી માતા સહિતના મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે.

રવિવારે જ અષ્ટમીનો સંયોગ બની રહ્યો છે, જે માતાજીની ઉપસાના માટે ઉત્તમ બની રહે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તુલા રાશિમાં આ દિવસે બુધ અને શુક્ર સાથે રહેતા હોવાથી લક્ષ્મી-નારાયણ યોગ સર્જાય છે.

આજે રાજયના વિવિધ મંદિરોમાં હવન અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ છે. મંદિરને ફૂલ હાર અને તોરા વડે શણગારવામાં આવ્યા છે. અમદાવાદ ખાતે પણ નગરદેવી ભદ્રકાળીને તથા મંદિર પરિશર ને  અદ્ભુત શણગાર કરવામાં આવ્યો છે.

 

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

Navratri Web Banner 728 x 90 આજે મહાઅષ્ટમીનો પર્વ, રાજ્યભરનાં મંદિરમાં હોમ હવનનું આયોજન

“MantavyaNews” એપ્લિકેશન. Click    

https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.