ગાંધીનગર/ આજે 54 હજારથી વધુ આંગણવાડીમાં 14 લાખથી વધુ બાળકોને અપાયા ગણવેશ

વીડિયો કોન્ફરન્સમાં મુખ્યમંત્રીએ જાહેરાત કરતાં જણાવ્યું કે હવેથી રાજ્યની તમામ આંગણવાડીઓ નંદ ઘર તરીકે ઓળખાશે.

Gujarat Others
Untitled 311 આજે 54 હજારથી વધુ આંગણવાડીમાં 14 લાખથી વધુ બાળકોને અપાયા ગણવેશ

રાજય માં આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ યોજી વર્ષ 2021-22ના જિલ્લા સ્તરીય આંગણવાડીના 3થી 6 વર્ષના બાળકોના ગણવેશ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રીએ અનેક મહત્વની જાહેરાત કરી હતી. વીડિયો કોન્ફરન્સમાં મુખ્યમંત્રીએ જાહેરાત કરતાં જણાવ્યું કે હવેથી રાજ્યની તમામ આંગણવાડીઓ નંદ ઘર તરીકે ઓળખાશે. સાથે જ 3થી 6 વર્ષના 14 લાખ બાળકોને ગણવેશ વિતરણ કરાયા હતા.

ગાંધીનગર ખાતેથી રાજ્યકક્ષાનો સમારોહ વીડિયો કોન્ફરન્સથી યોજાયો હતો, જેમાં સંબંધિત જિલ્લા મથકો જોડાયા હતા. વીડિયો કોન્ફરન્સમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ગણવેશ વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં વધારો કરે છે. રાજય ના અનેક જિલ્લાઓમાં  બાળકોને  ગણવેશ વિતરણ કરવામાં આવ્યું હતું .

આ રાજયકક્ષાના કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી ગણપતસિંહ વસાવા તથા રાજ્યમંત્રી વિભાવરીબેન દવેની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાશે. મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ અને કમિશ્નર કે.કે. નિરાલા સ્વાગત પ્રવચન કર્યું હતું તથા આઇ.સી.ડી.એસ.ના નિયામક ડી.એન.મોદી આભારવિધિ કરી હતી.