Beauty/ ટામેટા શરીર માટે જ નહીં પણ સ્કીન માટે પણ છે ફાયદાકારક, જાણો કેવી રીતે ચહેરા પર લગાવી શકાય

ટામેટા સ્વાસ્થ્યની સાથે ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આપણા દેશમાં ટામેટાનો ખૂબ જ ઉપયોગ થાય છે. કોઈ પણ શાકમાં ટામેટા વગર સ્વાદ આવતો નથી. ટામેટામાં એન્ટી ઑક્સિડેન્ટ, એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ, વિટામિન સી, લાઈકોપીન જેવા ગુણો હોય છે. આ સાથે જ ટામેટા ત્વચા માટે પણ ફાયદાકારક છે. આજે અમે તમને જણાવીશું ટામેટાથી […]

Lifestyle
tomato ટામેટા શરીર માટે જ નહીં પણ સ્કીન માટે પણ છે ફાયદાકારક, જાણો કેવી રીતે ચહેરા પર લગાવી શકાય

ટામેટા સ્વાસ્થ્યની સાથે ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આપણા દેશમાં ટામેટાનો ખૂબ જ ઉપયોગ થાય છે. કોઈ પણ શાકમાં ટામેટા વગર સ્વાદ આવતો નથી. ટામેટામાં એન્ટી ઑક્સિડેન્ટ, એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ, વિટામિન સી, લાઈકોપીન જેવા ગુણો હોય છે. આ સાથે જ ટામેટા ત્વચા માટે પણ ફાયદાકારક છે. આજે અમે તમને જણાવીશું ટામેટાથી બનેલા કેટલાક ફેસપેક વિશે. જેનાથી તમારા આંખો પરના ડાર્ક સર્કલ્સ દૂર થશે સાથે જ ત્વચા પણ નિખારશે.

How To Use Tomato For Your Face | Femina.in

શેરડીના રસના એટલા ફાયદા છે કે તમે આજથી જ પીવાનું ચાલુ કરી દેશો

ટામેટા અને લીંબુનું ફેસપેક
ટામેટા અને લીંબુ બંને આપણી સ્કિનને સાફ કરે છે. આ ફેસપેકથી સ્કિનની ચમકને વધારી શકાય છે. તેને બનાવવા માટે ટામેટાને મેશ કરીને તેમાં એક નાની ચમચી લીંબુનો રસ અને એટલી જ માત્રામાં મધ ભેળવો. આ પેસ્ટને તમારા ચહેરા પર લગાવો. જ્યારે સુકાઈ જાય ત્યારે મો ધોઈ લો.

How to Get Glowing Skin With Body Polishing | Femina.in

આ લોકોએ ભૂલથી પણ બદામ ન ખાવી જોઈએ, બગડી જશે સ્વાસ્થ્ય

ટામેટા અને મધનું ફેસપેક
આ પેસ્ટ બનાવવા માટે એક ટામેટાની પેસ્ટ બનાવી લો અને તેમાં એક ચમચી મધ મિક્સ કરો. હવે આ પેસ્ટને તમારા ચહેરા પર લગાવીને થોડી વાર માટે છોડી દો. ચહેરા પર લાગેલુ પેક સુકાઈ જાય પછી તેને પાણીથી ધોઈ લો. આ પેકથી તમારા ચહેરા પર ચમક આવશે. સ્કિન સાફ અને મુલાયમ થશે.