Gujarat News/ આવતીકાલે ધો.12 અને ગુજકેટનું પરિણામ:સવારે 10.30 વાગ્યે જાહેર થશે રિઝલ્ટ, શિક્ષણમંત્રી કુબેરસિંહ ડિંડોરની એક્સ પર જાહેરાત

વર્ષ 2024ની વાત કરીએ તો ગુજરાત બોર્ડના ધોરણ 12નું સાયન્સ-કોમર્સનું પરિણામ 9 મેના રોજ જાહેર કરાયું હતું

Top Stories Gujarat

Gujarat News : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા આ વર્ષે વહેલી પૂર્ણ થઈ છે. આવતીકાલે સવારે 10.30 વાગ્યે ધોરણ 12નું પરિણામ પણ જાહેર થશે. આ અંગે શિક્ષણમંત્રી કુબેરસિંહ ડિંડોરે એક્સ પર પોસ્ટ કરી માહિતી આપી છે.વર્ષ 2024ની વાત કરીએ તો ગુજરાત બોર્ડના ધોરણ 12નું સાયન્સ-કોમર્સનું પરિણામ 9 મેના રોજ જાહેર કરાયું હતું.

રિઝલ્ટગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા આ વર્ષે વહેલી પૂર્ણ થઈ છે. આવતીકાલે સવારે 10.30 વાગ્યે ધોરણ 12 અને ગુજકેટનું પરિણામ પણ જાહેર થશે. આ અંગે શિક્ષણમંત્રી કુબેરસિંહ ડિંડોરે એક્સ પર પોસ્ટ કરી માહિતી આપી છે. આ વર્ષે સામાન્ય પ્રવાહના કુલ 4,23,909 અને સાયન્સમાં 1,11,384 વિદ્યાર્થી નોંધાયા હતા.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે ફેબ્રુઆરી-માર્ચ 2025માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ, GUJCET-2025 અને સંસ્કૃત મધ્યમાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તારીખ 05/05/2025 ના રોજ સવારના 10:30 કલાકે જાહેર કરવામાં આવશે.

વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક (Seat Number) Enter કરી મેળવી શકશે. વિદ્યાર્થીઓ WhatsApp Number-6357300971 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર અને SR શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગુણ-તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુન:ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર હવે પછીથી પ્રસિધ્ધ કરવામાં આવશે તથા ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે.

આ ચાર સ્ટેપમાં વેબસાઇટ પરથી મેળવો પરિણામ

સ્ટેપ-1
www.gseb.org વેબસાઇટ ઓપન કરો

સ્ટેપ-2
ગુજરાત HSC રિઝલ્ટ લિંક પર ક્લિક કરો.

સ્ટેપ-3
લિંકમાં સીટ નંબર એન્ટર કરો.

સ્ટેપ-4
હવે તમને માર્કશીટ જોવા મળશે.

કેટલા વિદ્યાર્થી નોંધાયા હતા?

ધોરણ 12 સામાન્ય પ્રવાહ

નિયમિત વિદ્યાર્થીઓ – 3,64,859
રીપીટર વિદ્યાર્થી – 22,652
આઇસોલેટેડ – 4,031
ખાનગી – 24,061
ખાનગી રીપીટર – 8,306
કુલ – 4,23,909
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ

નિયમિત વિદ્યાર્થીઓ – 1,00,813
રીપીટર વિદ્યાર્થી – 10,476
આઇસોલેટેડ – 95
કુલ – 1,11,384

છેલ્લા 6 વર્ષ દરમિયાન ગુજરાત બોર્ડના જાહેર થયેલા રિઝલ્ટની તારીખ

વર્ષ ધોરણ પરિણામની તારીખ
2019 ધોરણ-10 28 મે
ધોરણ-12 31 મે
2020 ધોરણ-10 9 જૂન
ધોરણ-12 સા.પ્ર 16 જૂન
2021 ધોરણ-10 માસ પ્રમોશન (30 જૂન)
ઘોરણ-12 માસ પ્રમોશન
2022 ધોરણ-10 4 જૂન
ધોરણ-12 સા.પ્ર. 6 જૂન
2023 ધોરણ-10 25 મે
ધોરણ-12 સાયન્સ 2 મે
2024 ધોરણ-12 9 મે
ધોરણ-10 11 મે

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મહેસાણામાં  કેનેડા જવા ઈચ્છુક દંપતી સાથે બે એજન્ટોએ કરી લાખોની છેતરપિંડી

આ પણ વાંચો:મહેસાણામાં યુવાનોને પણ શરમાવતો આધેડનો રંગીન મિજાજ! સગીરાની કરી છેડતી

આ પણ વાંચો:મહેસાણામાં એવિએશન કંપનીનું ટ્રેઈની વિમાન ક્રેશ થતા મહિલા પાયલટ ઘાયલ