Not Set/ વિશ્વના 15 પ્રદૂષિત શહેરોમાં ભારતના શહેરો 14માં સ્થાને

નવી દિલ્લી, વિશ્વ સ્વાસ્થય સંગઠન WHO ના અહેવાલ પ્રમાણે વિશ્વના 15 પ્રદૂષિત શહેરોની યાદીમાં ભારતના શહેરો ત્રીજા સ્થાને છે. જે પૈકી ચાર સ્થળ તો ઉત્તર પ્રદેશમાં જ છે.  આ યાદીમાં રાજધાની દિલ્લી છઠ્ઠા ક્રમાંકે  છે. તેમજ વાયુ પ્રદૂષણને નાથવામાં નિષ્ફળ રહેવા માટે અહીના અધિકારીઓની આળસને જવાબદાર ગણવામાં આવી છે. દિલ્લીના એક પર્યાવરણ એકમે દાવો કર્યો […]

India
kanpur વિશ્વના 15 પ્રદૂષિત શહેરોમાં ભારતના શહેરો 14માં સ્થાને

નવી દિલ્લી,

વિશ્વ સ્વાસ્થય સંગઠન WHO ના અહેવાલ પ્રમાણે વિશ્વના 15 પ્રદૂષિત શહેરોની યાદીમાં ભારતના શહેરો ત્રીજા સ્થાને છે. જે પૈકી ચાર સ્થળ તો ઉત્તર પ્રદેશમાં જ છે.  આ યાદીમાં રાજધાની દિલ્લી છઠ્ઠા ક્રમાંકે  છે. તેમજ વાયુ પ્રદૂષણને નાથવામાં નિષ્ફળ રહેવા માટે અહીના અધિકારીઓની આળસને જવાબદાર ગણવામાં આવી છે.

દિલ્લીના એક પર્યાવરણ એકમે દાવો કર્યો છે કે  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના લોકસભા બેઠક એવા વારાણસીમાં હવાનું પ્રદૂષણ વકર્યું છે.  વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની યાદીમાં રાષ્ટ્રીય રાજધાની દિલ્લી છઠ્ઠા ક્રમાંકે છે  અને આ પરિસ્થિતિ માટે અહીં ચૂંટાયેલા અધિકારીઓ ને જવાબદાર ગણવામાં આવે છે.

15 પ્રદૂષિત શહેરોની યાદીમાં 14 માં સ્થાને ભારતનો સમાવેશ

પોલિટિકલ લીડર્સ પોઝિશન એન્ડ એક્શન તથા એર ક્વોલિટી ઇન ઇન્ડિયા 2014-19માં જાણકારી આપવામાં આવી છે આ રિપોર્ટને ક્લાઇમેટ ટ્રેંડસે બહાર પાડ્યો છે.જેમાં કહેવામાં આવ્યું છે કે  વિશ્વ સ્વાસ્થય સંગઠનની યાદીમાં ભારત 14માં સ્થાને છે અને આ સ્થાનો પૈકી  ચાર જગ્યા તો ઉત્તર પ્રદેશમાં જ છે.

અહેવાલમાં જણાવાયું છે કે વારાણસીમાં શ્વાસની બિમારી તથા એલર્જીના દર્દીઓની સંખ્યમાં વધારો થયો છે.  જેનું કારણ શહેરમાં મોટી સંખ્યામાં નિર્માણ પામી રહેલી ઇમારતો છે  પ્રધાનમંત્રીએ  વર્ષ 2014માં  અહીંથી ચૂંટણીમાં વિજય પ્રાપ્ત કર્યો હતો.  રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે  વર્ષ 2017માં વારાણસીનો વાયુ ગુણવત્તા સૂચકાંક 490 સુધી પહોંચી ગયો હતો. તો  જે ઘણો ખતરનાક છે અને ડિસેમ્બરમાં અહીંનો  વાયુ ગુણવત્તા સૂચકાંક  384 હતો .આ સંખ્યા પણ ખરાબ ગુણવત્તામાં જ સમાવેશ પામે છે.

ઉત્તર પ્રદેશનું કાનપુર સૌથી  વધુ પ્રદૂષિત શહેર છે  અને તે આ યાદીમાં પ્રથમ સ્થાને છે.  ત્યાર બાદ હરિયાણાનું ફરિદાબાદ શહેર પણ બીજા સ્થાને છે અને વારાણસી ત્રીજા સ્થાને છે. તો બિહારનું ગયા અને પટના ક્રમશ ચોથા અને પાંચમાં સ્થાને છે તો દિલ્લી છઠ્ઠા સ્થાને છે જ્યારે ઉત્તર પ્રદેશની રાજધાની દિલ્લી લખનૌ સાતમા સ્થાને છે. ત્યાર બાદ આગ્રા, મુઝફરપુર, શ્રીનગર, ગુરૂગ્રામ, જયપુર,પટિયાલા અને જોધપુર પણ આ યાદીમાં સ્થાન પામે છે.

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે  લખનૌ તથા કાનપુરના સાંસદો ક્રમશઃ ગૃહમંત્રી રાજનાથ સિંહ તથા મુરલી મનોહર જોષી  પોત પોતાના સંસદીય ક્ષેત્રમાં પ્રદૂષણના મુદ્દે મૌન જ રહ્યા છે.