Gujarat Rain News/ વરસાદે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં કરી જમાવટ, મોટાભાગના રસ્તા બ્લોક

સુરતના કતારગામ અને સિંગણપુર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. ઘૂંટણ સુધીના પાણીથી વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે.

Gujarat Top Stories Surat Breaking News
YouTube Thumbnail 2024 06 30T111454.611 વરસાદે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં કરી જમાવટ, મોટાભાગના રસ્તા બ્લોક

Surat  News: આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. ત્યારે આજે સવારથી દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ શરૂ થયો છે. સુરતના કતારગામ અને સિંગણપુર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. ઘૂંટણ સુધીના પાણીથી વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે. આ સાથે સુરત મહાનગરપાલિકાનો પ્રિ-મોન્સુન પ્લાન ખોરવાઈ ગયો છે.

સવારથી મેઘેશ્વરી વલસાડ, સુરત અને નવસારી પહોંચી હતી. 2 કલાકમાં 4 ઈંચ વરસાદ પડતા વાપીમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જેથી સુરતમાં રસ્તાઓ પર નદીઓ વહેવા લાગી હતી. તેમજ અનેક વિસ્તારોમાં પાણી જોવા મળી રહ્યા છે. આજે સવારે 6 વાગ્યે પૂરા થતા છેલ્લા 24 કલાકમાં રાજ્યના 191 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ અઢી ઈંચ જેટલો વરસાદ ભાવનગરના મહુવામાં નોંધાયો હતો.

સુરત શહેરમાં ભારે વરસાદ થયો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદથી લોકો પરેશાન જોવા મળ્યા હતા, જેના કારણે લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. મુશળધાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. કતારગામ, સિંગણપોર સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. સિંગણપોરના કતારગામમાં ઘૂંટણ સુધી પાણી ભરાયા હોવાના અહેવાલ છે. સુરતમાં પણ વિઝિબિલિટી ઘટી છે. હજુ પણ વરસાદ ચાલુ છે. વરાછા, પાલનપુર પાટિયા, અડાજણ, પરવત પાટિયા વિસ્તારમાં પૂરની શરૂઆત થઇ છે.

આપને જણાવી દઈએ કે સુરત શહેરમાં મોડી રાતથી અવિરત વરસાદ પડી રહ્યો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. 2 ઈંચ વરસાદ બાદ અનેક જગ્યાએ પાણી જોવા મળી રહ્યાં છે. ઉધના રેલવે સ્ટેશન, ગરનાલુ, અઠવા ફાટક સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સુરતના વાડરોડ વિસ્તારમાં રસ્તા પર પાણી જોવા મળ્યું હતું. જેના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

તમને જણાવી દઈએ કે સુરત શહેરમાં મોડી રાતથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. જેથી નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. 2 ઇંચ વરસાદ ખાબકતાં અનેક જગ્યાએ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ઉધના રેલવે સ્ટેશન ગરનાળુ, અઠવા ગેટ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સુરતના વેડરોડ વિસ્તારમાં રસ્તા પર પાણી જ પાણી જોવા મળી રહ્યું હતું. જેને પગલે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.

નવસારી શહેર સહિત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. શહેરમાં વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ શરૂ થયો છે. નવસારી શહેરમાં આવેલા ધાનેરા પોઇન્ટ મંકોડિયા, સ્ટેશન રોડ જમાલપુર સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. વાવણી લાયક વરસાદ આવતાં ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ચોમાસાની ધમાકેદાર શરૂઆત, સાબરકાંઠા, ઇડર અને હિંમતનગરમાં ખાબક્યો વરસાદ

આ પણ વાંચો: શહેરમાં ચોમાસાના આરંભે જ પાણીજન્ય રોગચાળો વધ્યો

આ પણ વાંચો: GSRTCની વોલ્વો બસમાંથી ઝડપાયો વિદેશી દારૂ, 2 લોકોની કરાઈ ધરપકડ

આ પણ વાંચો: કસ્ટમ સુપરિન્ટેન્ડેન્ટ પ્રીતિ આર્યાની કરાઈ ધરપકડ, ફોન ડિટેઇલમાંથી ખુલશે નવા રહસ્યો