વરસાદ/ અમદાવાદના અનેક વિસ્તારમાં મૂશળધાર વરસાદ,નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા ટ્રાફિક જામ

અમદાવાદ શહેરના સેટેલાઈટ, વસ્ત્રાપુર, એસજી હાઈવે, બોપલ, વાડજ, રાણીપ, ગોતા, સાબરમતી, પાલડી અને સોલા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે

Top Stories Gujarat
1 4 4 અમદાવાદના અનેક વિસ્તારમાં મૂશળધાર વરસાદ,નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા ટ્રાફિક જામ

ગુજરાતમાં મેઘરાજે દસ્તક આપી દીધી છે,એવામાં  રાજ્યના અનેક જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. અમદાવાદમાં સાંજે મૂશળધાર વરસાદ પડ્યો છે. અમદાવાદ શહેરમાં સમી સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો. ત્યારે અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી. સતત છેલ્લા બે દિવસથી શહેરમાં વરસાદી માહોલ છવાયેલો છે.અમદાવાદ શહેરના સેટેલાઈટ, વસ્ત્રાપુર, એસજી હાઈવે, બોપલ, વાડજ, રાણીપ, ગોતા, સાબરમતી, પાલડી અને સોલા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે.જેના લીધે ઠેર ઠેર પાણી ભરાયા હોવાના સમાચાર પણ સામે આવ્યા છે. આ વરસાદેે કોર્પોરેશનની પોલ ખોલી નાંખી છે.

ઉલ્લેખનીય છે કે વરસાદના કારણે ઠેર-ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાવાથી નોકરિયાત વર્ગને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા જોવા મળી રહ્યા છે. ગઈકાલે અમદાવાદના સરખેજ અને મક્તમપુરા વોર્ડમાં સૌથી વધુ પોણા 2 ઈંચ વરસાદ નોંધાયો હતો. બીજી તરફ ચોમાસાની શરૂઆતમાં જ AMCના પ્રી-મોન્સૂન પ્લાનની પોલ ખુલી ગઈ હતી.