Not Set/ સાબરકાંઠા: મગફળી વેચવા આવેલા ખેડૂતોની મગફળી રિઝેક્ટ કરી

સાબરકાંઠા, સાબરકાંઠા જિલ્લાના ઇડર વડાલી તાલુકાના ખેડૂતો મગફળી ને લઇ પરેશાન છે, 3 દીવસ માર્કેટમાં બેસી રહ્યાં હતાં. ત્યારબાદ મગફળીમાં  ઈયળના બહાના કાઢી મગફળી રિઝેક્ટ કરવામાં આવી રહી છે. જેને લઈને ખેડૂતો આંદોલન કરી રહ્યા છે ખેડૂતોએ હોબાળો મચાવતા સ્થાનિક ધારાસભ્ય હિતુ કનોડિયા અને તંત્રના અધિકારી દોડી આવ્યા હતા અને કેટલાક અધિકારીને સાથે લઈ મુખ્યમંત્રીને […]

Gujarat Others
mantavya 21 સાબરકાંઠા: મગફળી વેચવા આવેલા ખેડૂતોની મગફળી રિઝેક્ટ કરી

સાબરકાંઠા,

સાબરકાંઠા જિલ્લાના ઇડર વડાલી તાલુકાના ખેડૂતો મગફળી ને લઇ પરેશાન છે, 3 દીવસ માર્કેટમાં બેસી રહ્યાં હતાં. ત્યારબાદ મગફળીમાં  ઈયળના બહાના કાઢી મગફળી રિઝેક્ટ કરવામાં આવી રહી છે.

જેને લઈને ખેડૂતો આંદોલન કરી રહ્યા છે ખેડૂતોએ હોબાળો મચાવતા સ્થાનિક ધારાસભ્ય હિતુ કનોડિયા અને તંત્રના અધિકારી દોડી આવ્યા હતા અને કેટલાક અધિકારીને સાથે લઈ મુખ્યમંત્રીને મળવા ગયા હતા.

ગાંધીનગરમાં કલેક્ટર સહિતના અધિકારીઓ સાથે બંધ બારણે મિટિંગ કરી હતી. ત્યારબાદ ખેડૂતોને આશ્વાસન આપ્યું હતું. જો કે ત્યારબાદ કલેક્ટર અને ધારાસભ્ય ત્યાંથી નીકળી ગયા હતાં. જ્યારે ખેડૂતોની સમસ્યા ત્યાંને ત્યાજ ઉભી હતી.