સમસ્યા/ કેશોદ બસસ્ટેન્ડમાં રોમીયોગીરીથી ત્રાહિમામ પોકારી ઉઠેલી વિદ્યાર્થીનીઓ પહોંચી પોલીસ સ્ટેશન

રોમીયો ગીરી કરતાં યુવાનો દ્વારા ચીઠ્ઠીઓ આપવી મશ્કરીઓ કરવી ઉપરાંત બાઈકો લઈને પીછો કરવાની ઘટનાઓ વારંવાર

Gujarat Others Trending
કેશોદ બસસ્ટેન્ડ

કેશોદ બસ સ્ટેન્ડ માં આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં થી અભ્યાસ કરવા એસટી બસ મારફતે અપડાઉન કરતી વિદ્યાર્થીનીઓને રોમીયો ગીરી કરતાં યુવાનો દ્વારા ચીઠ્ઠીઓ આપવી મશ્કરીઓ કરવી ઉપરાંત બાઈકો લઈને પીછો કરવાની ઘટનાઓ વારંવાર બનતાં કેશોદ તાલુકાના મેસવાણ ગામની વિધાર્થીનીઓ કેશોદ પોલીસ સ્ટેશનમાં પહોંચી રજુઆત કરી ત્રાસ આપતા શખ્સો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માટે માંગ કરી હતી. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા બેટી પઢાઓ બેટી બચાવો અભિયાન અંતર્ગત માબાપને પ્રોત્સાહિત કરવા ઉપરાંત સરકાર દ્વારા દિકરીઓ માટે વિવિધ યોજનાઓ જાહેર કરી લાભ આપવામાં આવે છે ત્યારે કેશોદ વહીવટી તંત્ર દ્વારા દિકરીઓ ને સલામતી પુરી પાડવામાં નિષ્ફળ ગયેલ છે. કેશોદ બસ સ્ટેન્ડ માં થોડાં મહિનાઓ પહેલાં બે વિદ્યાર્થીનીઓ નાં અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાયેલ છે છતાં પણ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં ન આવતાં ફરીથી કેશોદ તાલુકાનાં મેસવાણ ગામની દીકરીઓને પોલીસ સ્ટેશન આવવું પડ્યું હતું. કેશોદ વહીવટી તંત્ર અને સત્તાધિશો દ્વારા તાજેતરમાં હિન્દુ ધર્મના ધાર્મિક તહેવારો અને જાગરણ આવી રહ્યાં છે ત્યારે રોમીયો ગીરી કરતાં શખ્સોને ઝડપી જાહેરમાં સરભરા કરશે તો જ આ દુષણ અટકશે એવું વાલીઓ એ જણાવ્યું હતું.

કેશોદ બસસ્ટેન્ડ

આ પણ વાંચો : કેશોદ નગરપાલિકા સુખેથી મારવા તો દો | હિન્દુ સ્મશાનમાં ચોમાસામાં ડિઝલ ભઠ્ઠી બંધ છે