Not Set/ ૩૧૦ હેક્ટરમાં ટી.પી. સ્કીમ નં. ૭૭ (વાજડીગઢ) બનાવવાનો ઈરાદો જાહેર કરતા ચેરમેન અરોરા

આ ટી.પી. સ્કીમ ૩૧૦ હેક્ટર વિસ્તારમાં બનશે. આ ટી.પી. સ્કીમ રૂડા રીંગ રોડ-૨ પર આવેલ સ્માર્ટ સીટી (રૈયા ટી.પી.-૩૨)ની સામેની બાજુનો વિસ્તાર હોય, સ્માર્ટ સીટી વિસ્તારના સમાંતર વિકાસને વેગ મળશે.

Top Stories Gujarat
164 bethak 2 ૩૧૦ હેક્ટરમાં ટી.પી. સ્કીમ નં. ૭૭ (વાજડીગઢ) બનાવવાનો ઈરાદો જાહેર કરતા ચેરમેન અરોરા

રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા તા:- ૨૬ના રોજ સાંજના ૦૪-૦૦ કલાકે ૧૬૪મી બોર્ડ બેઠક રૂડાના ચેરમેનશ્રી અમિત અરોરાની અધ્યક્ષતામાં રૂડા ખાતે મળેલ હતી.આ બેઠકમાં ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ ૧૯૭૬ની કલમ-૪૧ (૧) હેઠળ સત્તામંડળની સુચિત યોજના નં.૭૭ (વાજડીગઢ) બનાવવાનો ઇરાદો જાહેર કરવા નક્કી કરેલ છે. આ ટી.પી. સ્કીમ ૩૧૦ હેક્ટર વિસ્તારમાં બનશે. આ ટી.પી. સ્કીમ રૂડા રીંગ રોડ-૨ પર આવેલ સ્માર્ટ સીટી (રૈયા ટી.પી.-૩૨)ની સામેની બાજુનો વિસ્તાર હોય, સ્માર્ટ સીટી વિસ્તારના સમાંતર વિકાસને વેગ મળશે.

પંજાબ / માલવિંદર માલીએ નવજોત સિધ્ધુના સલાહકાર પદેથી આપ્યું રાજીનામું, આ છે મુખ્ય કારણ

164 bethak 1 ૩૧૦ હેક્ટરમાં ટી.પી. સ્કીમ નં. ૭૭ (વાજડીગઢ) બનાવવાનો ઈરાદો જાહેર કરતા ચેરમેન અરોરા

અન્ય મુદ્દાઓમાં કન્સ્ટ્રકશન ઓફ ૨૪.૦ મી ડી.પી.રોડ ફ્રોમ સંતોષીનગર (RMC બાઉન્ડ્રી) થી મોરબી હાઇવે સુધીના રૂડાની હદ્દમાં આવેલ રસ્તાની કામગીરી રૂ.૪૮,૭૫,૪૯૫=૦૦ ના ખર્ચે કરવા તેમજ કન્સ્ટ્રકશન ઓફ રેલ્વે ઓવરબ્રિજ (ROB) નીયર L.C. નંબર.17 C બીટવીન ભાવનગર રીબડા સ્ટેશન ઓફ રીંગ રોડ-૨, ફેઝ-૩ ચે.૮૧૦.૦૦ ફ્રોમ ગોંડલ હાઇવે ટુ ભાવનગર હાઇવેની રૂ.૬૦.૬૮ કરોડના કામની સૈદ્ધાંતિક મંજુરી અપાયેલ છે. તેમજ મહીકા ગામનાં ઓજી (માંડાડુંગર સોસાયટી વિસ્તાર) માં ગંદા પાણીના (સીવેજ) નીકાલ અર્થે સીવેજ કલેકશન નેટવર્ક, પમ્પીંગ મેન અને પમ્પીંગ સ્ટેશન બાંધી રાજકોટ મહાનગરપાલીકાના માનસરોવર પમ્પીંગ સ્ટેશન (ઇસ્ટ ઝોન)માં પહોચાડવા સુધીની કામગીરી SJMMSVYની ગ્રાન્ટ માંથી અંદાજીત ૧.૮૭ કરોડના ખર્ચે ભુગર્ભ ગટરની કામગીરી કરવા નક્કી કરાયેલ. માલીયાસણ ગામે રૂડા દ્વારા વર્ષ-૨૦૦૦-૨૦૦૧ માં નિર્મીત ઉચીં ટાંકી, જે જર્જરીત હાલતમાં હોય તેને તોડી પાડી નવી ૩.૦૦ લાખ લીટરની ક્ષમતાની પાણીની ટાંકી બાંધવા અંદાજીત ૪૧,૬૬,૫૦૦=૦૦ ના ખર્ચે કામગીરી અંગે નો નિર્ણય કરેલ.

નિમણુક / ગુજરાત સરકારના નવા મુખ્ય સચિવ તરીકે પંકજ કુમારની નિમણૂક કરાઈ

MIG પ્રકારના આવાસોને વહેલા તે પહેલાના ધોરણે ફાળવણી કરવા અંગે તથા ડ્રો દ્વારા ફાળવેલ લાભાર્થીઓને પસંદગીના નંબરવાળા આવાસ ફાળવવા નક્કી કરવામાં આવેલ છે તેમજ રૂડા ટ્રાન્સપોર્ટનગરના ખાલી પ્લોટોનો હરાજીથી નિકાલ કરવા લેન્ડ ડીસપોઝલ કમીટી દ્વારા લેવાયેલ નિર્ણયને બહાલી આપવામાં આવેલ છે.આ બોર્ડ બેઠકમાં રૂડા ચેરમેન તથા મ્યુનિસિપલ કમિશ્નર અમિત અરોરા, રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડીંગ કમિટી ચેરમેનપુષ્કરભાઇ પટેલ, રિજિયોનલ કમિશ્નર (નગરપાલિકાઓ) વરૂણકુમાર બરનવાલ, રૂડાના સી.ઈ.એ.  ચેતન ગણાત્રા, રાજકોટ મહાનગરપાલિકાના સીટી એન્જીનીયર એચ.યુ.દોઢીયા, કલેકટર કચેરીના ચીટનીશ એ.એમ.ત્રિવેદી તથા નગર નિયોજક જે.બી. પટેલ હાજર રહેલ હતાં.

રાજસ્થાન / CM અશોક ગેહલોતની તબિયત લથડી, દિલ્હી જવાનું શેડ્યૂલ મોકૂફ

sago str 21 ૩૧૦ હેક્ટરમાં ટી.પી. સ્કીમ નં. ૭૭ (વાજડીગઢ) બનાવવાનો ઈરાદો જાહેર કરતા ચેરમેન અરોરા