Ahmedabad/ વેપારીએ વીડિયો કોલ રિસીવ કર્યો અને દેખાઈ નિવસ્ત્ર યુવતી, અને પછી બન્યું એવું કે….

વેપારીએ વીડિયો કોલ રિસીવ કર્યો અને દેખાઈ નિવસ્ત્ર યુવતી, અને પછી બન્યું એવું કે….

Ahmedabad Gujarat
અરવિંદ શર્મા 9 વેપારીએ વીડિયો કોલ રિસીવ કર્યો અને દેખાઈ નિવસ્ત્ર યુવતી, અને પછી બન્યું એવું કે....

@ભાવેશ રાજપૂત, અમદાવાદ

હાલના સમયમાં એવી અનેક મોબાઈલ એપ્લિકેશનો આવી છે. જેમાં ફ્રેન્ડશિપના નામે લોકોને ફસાવીને પૈસા પડાવવામાં આવે છે ત્યારે આવો જ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. શહેરનાં થલતેજ વિસ્તારમાં રહેતા વેપારીને મોબાઈલ એપ્લિકેશન મારફતે યુવતી સાથે સંપર્ક થયો અને યુવતી સાથે વાત કરવાની શરૂઆત કરી હતી. બાદમાં આ યુવતીનો વીડિયો-કોલ આવ્યો હતો. જોકે વેપારી કોલ રિસીવ કરે ત્યાં જ વીડિયો કોલમાં એક નિર્વસ્ત્ર યુવતી દેખાઈ અને પછી વેપારીનો વીડિયો બનાવીને તેની પાસે નાણાંની માગ કરી બ્લેકમેલ કર્યો હતો.

તમે મોબાઈલ ચાલુ કરો ત્યારે અનેક આકર્ષક યુવતીઓ તમારી સાથે વિડિયો ચેટ કરવા માટે તૈયાર છે એમ કહીને એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે તમને લાલચ અપાય છે, પરંતુ જો તમે આ યુવતીઓના મોહપાસમાં ફસાયા તો તમે ન કહેવાય કે ન સહેવાય જેવી સ્થિતિમાં ફસાઈ શકો છો. અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહેતા વેપારી પોતાના વેપારના સમયમાં ફ્રી સયયમામં સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેતા હતા. આ સમયે તેમને એક ઓનલાઈન ફ્રેન્ડશિપ એપ્લિકેશનની જાણ થઈ હતી.

બાદમાં બીજા દિવસથી વેપારીને અલગ અલગ નંબરથી ફોન આવવા લાગ્યા હતા અને તેમને આ વીડિયો મોકલીને બ્લેકમેઇલ કરવામાં આવ્યા હતા. પછી ધીમે ધીમે રૂપિયા માગવાની શરૂઆત કરી દેવાઈ હતી. આ સમગ્ર બાબતે વેપારીએ સાઇબર ક્રાઇમ વિભાગમાં ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદ સ્થાનિક પોલીસને ટ્રાન્સફર કરાતા હવે આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…