Children Security/ બાળકોને ઢોરની જેમ ભરતી સ્કૂલવાન અને રીક્ષા પર ટ્રાફિક પોલીસ ત્રાટકી

ટ્રાફિક પોલીસ શહેરમાં સ્કૂલનાં બાળકોને લઈ જતા વાહનો પર કડક કાર્યવાહી કરી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં 16 ટીમો દ્વારા હાથ ધરવામાં આવેલી અલગ-અલગ ડ્રાઈવમાં 125 વાહનોના ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

Top Stories Gujarat
Beginners guide to 7 2 બાળકોને ઢોરની જેમ ભરતી સ્કૂલવાન અને રીક્ષા પર ટ્રાફિક પોલીસ ત્રાટકી

વડોદરા: ટ્રાફિક પોલીસ શહેરમાં સ્કૂલનાં બાળકોને લઈ જતા વાહનો પર કડક કાર્યવાહી કરી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં 16 ટીમો દ્વારા હાથ ધરવામાં આવેલી અલગ-અલગ ડ્રાઈવમાં 125 વાહનોના ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

પોલીસ વાહનોના માલિકો અને ડ્રાઇવરોને નિયમોનો ભંગ ન કરવા અને વાહનની ક્ષમતા અનુસાર મર્યાદિત સંખ્યામાં જ બાળકોને લઈ જવા માટે ચેતવણીઓ જારી કરી રહી છે. પરંતુ ઘણી ઓટોરિક્ષા અને કાર તેમની ક્ષમતા કરતા વધુ બાળકોને લઈ જતા હતા.

આવા ઘણા વાહનો રોડની રોંગ સાઈડ પર અને સ્પીડ લિમિટનું ઉલ્લંઘન કરતા પણ જોવા મળ્યા હતા. શુક્રવારે, પોલીસે સવારની ડ્રાઈવમાં વાન અને ઓટો સહિત 46 વાહનોના ચાલકો સામે ગુનો નોંધ્યો હતો અને બાદમાં અન્ય 60 અન્ય વાહનો સામે ફરિયાદ દાખલ કરી હતી. વાનને સાતથી નવ બાળકોને લઈ જવાની પરવાનગી છે જ્યારે ઓટો ચાર બાળકોને લઈ જઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે વડોદરામાં વાનચાલકો અને રીક્ષા ડ્રાઇવરો તેમની વાન અને રીક્ષામાં બાળકોને ઢોરની જેમ ભરે છે. તેના લીધે ગમે ત્યારે અકસ્માત થવાની ભીતિ છે. આ અંગે વારંવાર ચેતવણીઓ આપવામાં આવી ચૂકી છે. આમ છતાં પણ હજી સુધી કોઈ કાર્યવાહી થઈ ન હતી. હવે ટ્રાફિક પોલીસ તંદ્રા અવસ્થામાંથી જાગી છે અને તેણે આ કાર્યવાહી શરૂ કરી છે.


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ