પૈતૃક જમીન વિવાદ/ ઉત્તરપ્રદેશ : પૈતૃક જમીન વિવાદમાં ખેલાયો ખૂની ખેલ, ત્રણ લોકોની ગોળી મારીને કરાઈ હત્યા, આરોપી લખનઉનો કુખ્યાત હિસ્ટ્રીશીટર

ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉના મલિહાબાદમાં એક પરિવારમાં જૂની પૈતૃક જમીનની માપણી લઈને વિવાદ થયો. પૈતૃક જમીન વિવાદમાં ત્રણ લોકોની હત્યા કરવામાં આવી.

Top Stories India
YouTube Thumbnail 97 ઉત્તરપ્રદેશ : પૈતૃક જમીન વિવાદમાં ખેલાયો ખૂની ખેલ, ત્રણ લોકોની ગોળી મારીને કરાઈ હત્યા, આરોપી લખનઉનો કુખ્યાત હિસ્ટ્રીશીટર

ઉત્તર પ્રદેશમાં એક ખૂની ખેલ ખેલાયો છે. જેમાં એક જ પરિવારના ત્રણ લોકોની હત્યા કરવામાં આવી. આ ઘટના શુક્રવારે મોડી સાંજે ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં બનવા પામી હતી. લખનઉમાં શુક્રવારની સાંજે મલિહાબાદમાં એક શખ્શ દ્વારા ગોળી મારી ત્રણ લોકોની હત્યા કરવામાં આવી. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે. તપાસમાં સામે આવ્યું છે કે પૈતૃક જમીન વિવાદને લઈને ચાલતા ઝગડાના કારણે આ બનાવ બનવા પામ્યો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.

પોલીસના જણાવ્યા અનુસાર રાજધાની લખનઉના મલિહાબાદમાં એક પરિવારમાં જૂની જમીનની માપણી બાદ વિવાદ થયો હતો. જેમાં એક જ પરિવારના ત્રણ લોકોની હત્યા કરવામાં આવી હતી. પૈતૃક જમીન વિવાદમાં ફરહીન નામની મહિલા, તેના પુત્ર હમઝલા અને સાળા તાજની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ફરહીનના કાકી અને સસરા લલ્લન ખાન અને તેના પુત્રએ લાઇસન્સવાળી રાઈફલ સાથે માતા, પુત્ર અને સાળાની હત્યા કરી. આ ઘટનાનો મુખ્ય આરોપી 70 વર્ષનો વ્યક્તિ છે, જે સીસીટીવીમાં ફાયરિંગ કરતો જોવા મળે છે. આ આરોપી લખનૌનો જૂનો કુખ્યાત હિસ્ટ્રીશીટર છે.

70 साल की उम्र में लखनऊ तिहरे हत्याकांड को खुलेआम अंजाम देने वाला लल्लन खान  है कौन? - Lallan Khan who killed 3 people in a land dispute in Lucknow has  been

ઉત્તર પ્રદેશ ગુનાહિત પ્રવૃત્તિઓ માટે કુખ્યાત બની રહ્યું છે. રાજધાની લખનઉમાં પૈતૃક જમીન વિવાદમાં એક જ પરિવારના ત્રણ લોકોની હત્યા થઈ. પોલીસનું કહેવું છે કે 70 વર્ષીય આરોપી લલ્લાન ખાન એક હિસ્ટ્રીશીટર છે. હિસ્ટ્રીશીટર લલ્લનખાન 80ના દાયકામાં લખનઉમાં ચોક ઠાકુરગંજ, મલિહાબાદ કાકોરી વિસ્તારનો કુખ્યાત ગુનેગાર હતો. તે ઘોડા પર સવાર થઈને પોતાને ગબ્બર ખાન કહેતો હતો. તેની સામે બે ડઝનથી વધુ કેસ નોંધાયા હતા. 1985માં જ્યારે લલ્લનખાનના ઘરે દરોડા પાડવામાં આવ્યા ત્યારે અનેક ગેરકાયદે હથિયારો મળી આવ્યા હતા.

મલિહાબાદના રહેવાસી લલ્લન ખાનને ત્રણ પુત્રો છે જેમાંથી બે પુત્ર પોલેન્ડમાં સ્થાયી થયા છે. જ્યારે ત્રીજો પુત્ર સિરાજ ઘટના સમયે પિતા સાથે ફાયરિંગ કરી રહ્યો હતો. જમીનના વિવાદમાં આ ટ્રિપલ મર્ડર કરવા માટે જે રાઈફલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે પણ એક ટેલિસ્કોપિક રાઈફલ છે, જે લલ્લન ખાન પોતે ચલાવતો હતો. આ ટ્રિપલ મર્ડરને અંજામ આપ્યા બાદ પોલીસ તપાસ કરી રહી છે કે લલ્લન ખાનનું લાયસન્સ કેવી રીતે બન્યું અને આટલા કેસ હોવા છતાં તેને કેવી રીતે રિન્યુ કરાવવામાં આવ્યું.

લલ્લન ખાન પાસે પાસપોર્ટ છે. આટલા બધા ગુના નામે હોવા છતા ક્યા સંજોગોમાં પાસપોર્ટ બનાવાયો છે તેની તપાસ થઈ રહી છે. આ મામલે લખનૌ પોલીસ કમિશનર એસબી શિરોડકરે તપાસના આદેશ આપ્યા છે. હાલમાં લલ્લન ખાન અને તેના પુત્રની શોધ ચાલી રહી છે. મુખ્ય આરોપીને મદદ કરી રહેલા થાર જીપના ચાલકની અટકાયત કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો : ઉત્તરપ્રદેશ : કોર્ટે ભાજપા સાંસદ રીટા બહુગુણાને 6 મહિનાની જેલની સજા ફટકારી, આચાર સંહિતાના ઉલ્લંઘન બદલ કરાઈ સજા

આ પણ વાંચો : Breaking News/લાલકૃષ્ણ અડવાણીને મળશે ભારત રત્ન, PM મોદીએ જાહેરાત કરી

આ પણ વાંચો : deo/વિદ્યાર્થી અને શિક્ષકોની વિગતો અપડેટ ન કરી શકનારી 200થી વધુ સ્કૂલોને DEOની નોટિસ