Accident/ જામનગરના બે પિતરાઇ ભાઇના મોરબી નજીક અકસ્માતમાં કરુણ મોત, બે ગંભીર

મોરબી માળિયા ફાટક ચોકડી પાસે આવેલ ઉપરથી પસાર થયેલા બાઇકને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા બે આશાસ્પદ યુવાનના ઘટના સ્થળે જ મોત નિપજયા હતાં. બંને યુવાનના મૃતદેહને મોરબી

Gujarat Others
accident2 1 જામનગરના બે પિતરાઇ ભાઇના મોરબી નજીક અકસ્માતમાં કરુણ મોત, બે ગંભીર
  • મોરબીના માળીયા ફાટક ચોકડી પાસે અકસ્માત
  • બાઈક સવાર બે લોકોને અડફેટે લેતા બેના મોત
  • અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર
  • મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યા
  • પોલીસે વધુ તપાસ હાથ ધરી

મોરબી માળિયા ફાટક ચોકડી પાસે આવેલ ઉપરથી પસાર થયેલા બાઇકને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા બે આશાસ્પદ યુવાનના ઘટના સ્થળે જ મોત નિપજયા હતાં. બંને યુવાનના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને આ બનાવમાં બે અન્ય યુવાનને ઇજાઓ થયેલ હોવાથી તેને મોરબીની ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે હાલમાં બનાવની નોંધ કરીને અકસ્માત સર્જી નાસી છૂટેલા વાહનચાલકને શોધવા માટે જુદી દિશામાં તપાસ શરૂ કરે છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ માળીયા ફાટક ચોકડી પાસેના ઓવરબ્રીજ ઉપરથી આજે સવારના સમયે બાઈકમાં ચાર યુવાન પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઇકને અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતા ઘટના સ્થળ ઉપર જ બંને યુવાનોના મોત નિપજ્યા હતા જેથી હાલમાં મૃતક યુવાનના મૃત દેહને સિવિલમાં ખસેડાયા છે અને અન્ય બે યુવાનને ઇજાઓ થયેલ હોવાથી તેને મોરબીની ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે

હાલમાં મૃતક યુવાનોના પરિવારજનો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે ઋત્વિક પરેશભાઈ બજાણીયા (20), હાર્દિક ધિરેન્દ્રભાઈ બજાણિયા, ભૌતિક નરેશભાઇ બજાણિયા (20) અને રજોડિયા જીત કિરીટભાઈ (13) એક જ બાઈકમાં ઘૂટું ગામ પાસે આવેલ હરિઓમ પાર્કમાંથી મોરબીમાં આવેલ સોઓરડી વિસ્તારમાં ભૌતિકના કાકાના ઘરે આવી રહ્યા હતા, ત્યારે તેના બાઇકને માળીયા ફાટક ચોકડી પાસેના ઓવરબ્રીજ ઉપર કોઈ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લીધું હતું જેથી કરીને ચારેય યુવાનોને ઇજા થઈ હતી અને આ બનાવમાં ઋત્વિક પરેશભાઈ બજાણીયા (20) અને હાર્દિક ધિરેન્દ્રભાઈ બજાણિયાનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું

મોરબી બી ડિવિઝન પોલીસે પાસેથી મળી રહેલી માહિતી મુજબ મૃતક બે યુવાન જામનગર જિલ્લાના હાપાનાં રહેવાસી છે અને તેના ભાઈજીના ઘરે પિતૃ કાર્ય હોવાથી તે તેઓના પરિવાર સાથે મોરબી આવ્યા હતા અને આજે સવારે અજાણ્યા વાહનચાલકે તેઓના બાઇકને અડફેટે લેતા બંને યુવાનોને ગંભીર ઈજા થઈ હતી જેથી તેના મોત થયા છે હાલમાં યુવાનના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે ઋત્વિક પરેશભાઈ અને હાર્દિક ધીરેન્દ્રભાઈ બંને પિતરાઇ ભાઈ થાય છે અને આ જીવલેણ અકસ્માત સર્જાવાથી વાણંદ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને આજે મોરબીના આગનેશ્વર મંદિર ખાતે જે પિતૃકાર્ય રાખવામા આવ્યું હતુ તેને પણ રદ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળેલ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…