Not Set/ નેક દિલ ઓલિયા હજરત હાજી અહેમદશા બાવા બુખારી મુફ્તીની વસમી વિદાય, મુસ્લિમ સમાજે એક રાહબર ગુમાવ્યા

શિક્ષણ ક્ષેત્રે તેમણે ખુબ સારુ કામ કર્યુ હતુ ભુજ અને માંડવીમાં અનેક અનાથ બાળકોને અભ્યાસ માટે તેઓનો મહત્વનો સિંહફાળો રહ્યો છે સામાજીક ધર્મપ્રચાર માટે તેઓએ જીવન ખપાવી નાંખ્યુ

Gujarat Others Trending
bukhari mufti નેક દિલ ઓલિયા હજરત હાજી અહેમદશા બાવા બુખારી મુફ્તીની વસમી વિદાય, મુસ્લિમ સમાજે એક રાહબર ગુમાવ્યા

મુસ્લિમ સમાજના ઉત્થાન માટે જેમણે જીવન સમર્પિત કરી નાખ્યુ એવા હજરત હાજી અહેમદશા બાવા બુખારી મુફ્તીએ કચ્છનુ ઇન્તકાલ થયુ છે તેમનુ મુળ વતન અબડાસાનુ વિંઝાણ ગામ છે સૈયદ પરિવારમા જન્મેલા મુફ્તીએ કચ્છએ માંડવીને કર્મભુમી બનાવી હતી. મુસ્લિમ સમાજના કુરીવાજો અને શિક્ષણ માટે તેઓએ જીવન સમર્પિત કરી નાંખ્યુ 97 વર્ષની ઉંમરે નાદુરસ્ત તબીયત બાદ રમઝાનના પ્રવિત્ર મહિનામાં તેમનુ નિધન થયુ છે. હજુ 10 દિવસ પહેલાજ તેમના પુત્રનુ ઇન્તેકાલ થયુ હતુ અને આજે મુફ્તીએ કચ્છના નામે જેમને નવાજવામાં આવે છે એવા હઝરત સૈયદ અલ્હાજ હાજી અહેમદશા બાવા નિધન થયુ છે. તેમના નિધનથી ન માત્ર મુસ્લિમ સમાજ પરંતુ કચ્છના હિન્દુ સમાજમાં પણ શોક સાથે દુખની લાગણી ફેલાઈ છે.

1963 માં તેઓ માંડવી આવ્યા હતા અને ત્યાર બાદ ત્યાજ વસવાટ કરતા હતા તેમના પરિવારમાં 5 પુત્રો છે. કચ્છનો મુસ્લિમ સમાજ હમેંશા તેમના આદેશોનુ પાલન કરતો. કચ્છમા કોઇ કુદરતી આપતી હોય કે પછી કચ્છની કોમી એકતાને ડહોળવાનો પ્રયાસ હોય ત્યારે શાંતિના દૂત બની કરેલી અપીલ અને તેમના એક આદેશથી કચ્છમા હમેંશા શાંતિ સ્થપાઇ છે. એવા નેક દિલ ઓલિયા સમા વ્યક્તિત્વની વિદાયથી મુસ્લિમ સમાજે એક રાહબર ગુમાવ્યા છે.

શિક્ષણ ક્ષેત્રે તેમણે ખુબ સારુ કામ કર્યુ હતુ ભુજ અને માંડવીમાં અનેક અનાથ બાળકોને અભ્યાસ માટે તેઓનો મહત્વનો સિંહફાળો રહ્યો છે સામાજીક ધર્મપ્રચાર માટે તેઓએ જીવન ખપાવી નાંખ્યુ ન માત્ર કચ્છ પરંતુ સમગ્ર ગુજરાત અને ગુજરાત બહાર તેમના નિધનથી શોક ફેલાયો છે.મુફ્તીની ડીગ્રી મેળવનાર હજરત અહેમદશા બાવા બુખારી હમેંશા કચ્છના હિતેચ્છુ રહ્યા છે અને તેથીજ જ્યારે જ્યારે કચ્છમાં તેમની મદદની જરૂર પડી ત્યારે તેઓ સમાજ અને તંત્રને મદદરૂપ રહ્યા છે. તેમની માંડવી મુકામે જ દફનવીધી થશે. મુફ્તીએ કચ્છની ઇચ્છા હતી કે તેમની અંતીમવીધી તેમની માતાની કબરની બાજુમાંજ થાય. તેથી કોરોના ગાઇડલાઇન મુજબ તેમની દફનવીધી કરવામા આવશે કચ્છ મુસ્લિમ સમાજના અગ્રણી અને મુફ્તીએ કચ્છ પરિવારના નિકટના સાથી હાજી જુમા રાયમાએ જણાવ્યુ છે કે પરિવારના નજીકના સભ્યોની ઉપસ્થિતીમાં તેમની દફનવીધી થશે તેથી વધુ લોકો જોડાવા માટે એકઠા ન થાય મુફ્તી સાહેબે હમેંશા સમાજ અને પોતે નિયમોનુ ચુસ્ત પાલન કર્યુ છે ત્યારે સૌ કોઈ તેમના આ આદર્શોને અપનાવે.

મુફ્તીએ કચ્છ એક ઉમદ્દા વ્યક્તિત્વ હતા સમાજ અને કચ્છ માટે તેઓએ જે કર્યુ છે તેના માટે શબ્દો ટુંકા પડે પરંતુ તેમના નિધનના સમાચારથી સમગ્ર કચ્છ સહીત દેશ દેશાવરમાં વસતા એમના અનુયાયીમાં શોક છવાયો છે જેની જબાનની એક કિંમત હતી અને તેમની ઇમાનની હમેંશા કદર રહી છે કચ્છે એક સારા વ્યક્તિત્વ સાથે એક ઉમદ્દા હિતેચ્છુને ગુમાવ્યા છે.