બોલિવૂડ/ કારગિલ વિજય દિવસ પર ‘શેરશાહ’ નું ટ્રેલર Release, રૂંવાટા ઉભા કરી દેશે ડાયલોગ

ફિલ્મ ‘શેરશાહ’ નું ટ્રેલર આજે ચાહકો સામે ખૂબ જ ખાસ રીતે રજૂ કરવામાં આવ્યું છે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી કરણ જોહરની પ્રોડક્શન ફિલ્મ શેરશાહમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

Entertainment
11 502 કારગિલ વિજય દિવસ પર 'શેરશાહ' નું ટ્રેલર Release, રૂંવાટા ઉભા કરી દેશે ડાયલોગ

કારગિલ વિજય દીવસ નિમિત્તે દેશ માટે સરહદ પાર દુશ્મનો સામે લડતાં શહીદ થયેલા Captain વિક્રમ બત્રાની શહાદત પર આધારિત ફિલ્મ ‘શેરશાહ’ (Shershaah’s Trailer Release) નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મનાં ડાયલોગ તમારા રૂંવાટા ઉભા કરી દેશે.

11 503 કારગિલ વિજય દિવસ પર 'શેરશાહ' નું ટ્રેલર Release, રૂંવાટા ઉભા કરી દેશે ડાયલોગ

કારગિલ વિજય દિવસ / PM મોદીએ કારગિલ યુદ્ધનાં શહીદોને શ્રદ્ધાંજલિ આપી, કહ્યુ- અમને તેમની બહાદુરી યાદ છે

26 જુલાઈ 1999, તે દિવસ જ્યારે ભારતીય સૈન્યનાં જવાનોએ દુશ્મન દેશ પાકિસ્તાનને ધૂળ ચટાવી દીધી હતી અને કારગિલથી દુશ્મનોને મારીને ભગાડ્યા હતા. જો કે, માતૃભૂમિની રક્ષા માટે આપણા ઘણા સૈનિકો શહીદ થયા હતા. મા ભારતીનાં તે તમામ બહાદુર પુત્રોની યાદમાં, દરેક ભારતીય આ દિવસને ‘કારગિલ વિજય દીવસ’ તરીકે ઉજવે છે અને શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપે છે. આ વિશેષ પ્રસંગે શહીદ કેપ્ટન વિક્રમ બત્રાનાં જીવન પર આધારીત ફિલ્મ ‘શેરશાહ’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મ ‘શેરશાહ’ નું ટ્રેલર આજે ચાહકો સામે ખૂબ જ ખાસ રીતે રજૂ કરવામાં આવ્યું છે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી કરણ જોહરની પ્રોડક્શન ફિલ્મ શેરશાહમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રાએ કેપ્ટન વિક્રમ બત્રાની ભૂમિકા ભજવી છે. રવિવારે ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું.

આ ફિલ્મ પરમ વીર ચક્ર એવોર્ડ વિક્રમ બત્રાની વાર્તા કહે છે. ટ્રેલરમાં પણ તેમના પર જ ફોકસ રાખવામાં આવ્યું છે અને સિદ્ધાર્થ મલ્હોત્રા, વિક્રમ બત્રાનું પાત્ર ભજવતો જોવા મળી રહ્યો છે. શેરશાહનું ટ્રેલર સિધ્ધાર્થ મલ્હોત્રાનાં વોઇસ ઓવરથી શરૂ થાય છે. આ દરમ્યાન તે વિક્રમ બત્રાની ભૂમિકામાં છે અને દેશ પ્રત્યે સૈનિકની ફરજ બજાવવાની વાત કરે છે. તેઓ કહી રહ્યા છે કે દેશ પ્રત્યેનો પ્રેમ સેનાનાં વ્યક્તિનાં જીવનમાં કોઈપણ ધર્મ કરતા મોટો છે. ટ્રેલર દરમ્યાન તેને પ્રોત્સાહિત કરવામાં આવે છે અને તે તેમના સાથીદારોનાં હૃદયમાં દેશ પ્રત્યેનાં પ્રેમ અને આદરનો દીવો પ્રગટાવતો જોવા મળે છે. ટ્રેલરમાં કારગિલ યુદ્ધની ઝલક બતાવવામાં આવી છે. એક સીનમાં અટલ બિહારી બાજપેયી પણ ભાષણ આપતા જોવા મળે છે.

11 504 કારગિલ વિજય દિવસ પર 'શેરશાહ' નું ટ્રેલર Release, રૂંવાટા ઉભા કરી દેશે ડાયલોગ

મહત્વના સમાચાર / કારગિલ વિજય દિવસે નિમિત્તે આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્રાસની મુલાકાત લેશે, શહીદોને શ્રદ્ધાંજલિ આપશે

ટ્રેલરમાં, વિક્રમ બત્રાની દરેક ક્ષણ વિક્રમ બત્રાનાં અંગત જીવનથી લઈને યુદ્ધ દરમ્યાન શું થયુ તે બતાવવામાં આવ્યુ છે. ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે શહીદ વિક્રમે પાકિસ્તાની સેનાને હાંકી કાઠી હતી. આ સાથે ટ્રેલરમાં તેની પર્સનલ લાઇફ પણ રજૂ કરવામાં આવી છે. ટ્રેલર તમારી આંખોમાં આંસુ લાવવા સક્ષમ દેખાઇ રહ્યુ છે. ટ્રેલર જોઈને દરેકને વિક્રમ બત્રાનાં બલિદાનની યાદ આવે છે. ટ્રેલરમાં વિક્રમ બત્રા બનનાર સિદ્ધાર્થે તેની ભૂમિકામાં જીવ ફંકી દીધો છે. ટ્રેલર જોઇને ચાહકોની આંખો ભીની થવા લાગે છે. આ ટ્રેલર રિલીઝ થતાં જ ચાહકોમાં લોકપ્રિય થઈ ગયું છે.