Not Set/ જન્માષ્ટમી નિમિતે વાહન-વ્યવહાર વિભાગ વધુ 1100 બસો દોડાવશે, દોઢ કરોડની વધારે આવક નો અંદાજ

આગામી દિવસોમાં આવી રહેલા જન્માષ્ટમીના તહેવારને ધ્યાનમાં રાખીને ગુજરાત વાહન વ્યવહાર વિભાગે વધારાની 1100 બસો જુદાજુદા રુટ પર દોડાવવાનો નિર્ણય કર્યો છે. લોકોને તહેવારની  મોસમમાં  પ્રવાસમાં  તકલીફનો સામનો નહીં કરવો પડે. અને અંદાજ છે કે તેના થકી નિગમ ને વધારાની  અંદાજે દોઢ કરોડ રૂપિયાની આવક થશે. જન્માષ્ટમીના તહેવારને જોતાં સૌરાષ્ટ્ર માં  ઠેર ઠેર લોક મેળાનું […]

Top Stories Gujarat
બસ જન્માષ્ટમી નિમિતે વાહન-વ્યવહાર વિભાગ વધુ 1100 બસો દોડાવશે, દોઢ કરોડની વધારે આવક નો અંદાજ

આગામી દિવસોમાં આવી રહેલા જન્માષ્ટમીના તહેવારને ધ્યાનમાં રાખીને ગુજરાત વાહન વ્યવહાર વિભાગે વધારાની 1100 બસો જુદાજુદા રુટ પર દોડાવવાનો નિર્ણય કર્યો છે. લોકોને તહેવારની  મોસમમાં  પ્રવાસમાં  તકલીફનો સામનો નહીં કરવો પડે. અને અંદાજ છે કે તેના થકી નિગમ ને વધારાની  અંદાજે દોઢ કરોડ રૂપિયાની આવક થશે.

બસ 1 જન્માષ્ટમી નિમિતે વાહન-વ્યવહાર વિભાગ વધુ 1100 બસો દોડાવશે, દોઢ કરોડની વધારે આવક નો અંદાજ

જન્માષ્ટમીના તહેવારને જોતાં સૌરાષ્ટ્ર માં  ઠેર ઠેર લોક મેળાનું આયોજન થઈ રહ્યું છે. અને ગુજરાતમાં જુદી જુદી જગ્યા એ વસતા  સૌરાષ્ટ્ર વાસી મોટા ભાગે સાતમ આઠમ માટે પોતાના વતન જતાં હોય છે. અને તેમને ધ્યાનમ રાખી ને તંત્ર દ્વારા સૌરાષ્ટ્રના રુટ પર સૌથી બધુ બસો મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

જ્યારે ગુજરાતમાં જુદી જુદી જગ્યાએ ભગવાન શ્રી કૃષ્ણના યાત્રા ધામ જેવા કે, ડાકોર, દ્વારિકા, શામળાજી વિગેરે આવેલા છે. અને તેને અનુલક્ષીને આગામી દિવસોમાં વધારી ની બસો દોડાવવામાં આવશે. જેમાં સૌથી બધુ બસ સૌરાષ્ટ્ર ખાતે ફાળવવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.