Not Set/ વિદેશ જવા-આવવાનું બનશે મુશ્કેલ, આ તારીખ સુધી સ્થગિત રહેશે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ

આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર મોટી જાહેરાત કરી. DGCA એ 28 ફેબ્રુઆરી સુધી ભારતમાં અને ત્યાંથી નિર્ધારિત આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ ફ્લાઈટ્સ સ્થગિત કરી દીધી છે.

Business
આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ

વિશ્વભરમાં વધી રહેલા કોરોના વાયરસના કેરના કારણે બુધવારે, ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર મોટી જાહેરાત કરી. DGCA એ 28 ફેબ્રુઆરી સુધી ભારતમાં અને ત્યાંથી નિર્ધારિત આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ ફ્લાઈટ્સ સ્થગિત કરી દીધી છે. દેશમાં કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે 23 માર્ચ 2020 ના રોજ જ વાણિજ્યિક ફ્લાઇટ્સ સ્થગિત કરવામાં આવી હતી.

આ પણ વાંચો :ATM માંથી ઘણીવાર ફાટેલી કે ગંદી નોટો બહાર આવે છે ત્યારે શું કરવુ? જાણો એક ક્લિંક કરી

આ ફ્લાઈટ્સ પર નહીં રહે કોઈ પ્રતિબંધ

આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે વિશ્વ SARS-CoV-2, Omicron ના નવા વેરિયન્ટના વધતા કેસનો સામનો કરી રહ્યું છે. જો કે, આ પ્રતિબંધ આંતરરાષ્ટ્રીય ઓલ-કાર્ગો ઓપરેશન્સ અને ઉડ્ડયન નિયમનકાર દ્વારા મંજૂર કરાયેલી ફ્લાઇટ્સ પર લાગુ થશે નહીં. આ સાથે, આ પ્રતિબંધ એવા દેશો પર પણ લાગુ નથી કે જેમની સાથે દ્વિપક્ષીય એર બબલ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

ભારતે ઘણા દેશો સાથે એર-બબલ કરાર પર કર્યા છે હસ્તાક્ષર

US, UK, UAE, કેન્યા, ભૂટાન અને ફ્રાન્સ સહિત લગભગ 28 દેશો સાથે ભારતે એર-બબલ કરારો કર્યા છે. બે દેશો વચ્ચેના એર-બબલ કરાર હેઠળ, તેમની એરલાઇન્સ દ્વારા ચોક્કસ પ્રતિબંધો સાથે વિશેષ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું સંચાલન કરી શકાય છે.

24 કલાકમાં 2.83 લાખ કોરોના કેસ આવ્યા સામે

નોંધનીય છે કે બુધવારે દેશભરમાં કોવિડ-19ના 2.83 લાખ નવા કેસ સામે આવ્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં કોવિડ મહામારીને કારણે 441 લોકોએ જીવ ગુમાવ્યા છે. દેશમાં કોવિડના સક્રિય કેસની સંખ્યા 18 લાખને વટાવી ગઈ છે. સકારાત્મકતા દર વધીને 15 ટકાથી વધુ થઈ ગયો છે.

આ પણ વાંચો :કોરોનાએ વધારી લોકોની ચિંતા, બેરોજગારીમાં આ વર્ષે પણ થશે વધારો

આ પણ વાંચો :કોરોનાકાળમાં અબજોપતિઓની સંપત્તિમાં લગભગ ૩૭૦ લાખ કરોડ રૂપિયાનો વધારો

આ પણ વાંચો : કોરોનાનાં વધી રહેલા કેસ છતા ભારતની આર્થિક ગતિવિધિમાં આવ્યો સુધાર

આ પણ વાંચો :કોરોનાની ખરાબ પરિસ્થિતિમાં દુનિયાનાં 10 અમીરોની ધનરાશિ થઇ ડબલ : રિપોર્ટ