Gujarat Assembly Election 2022/ જેતપુર વિધાનસભા બેઠક પર ત્રિકોણીય મુકાબલો, કોંગ્રેસ આપી રહી છે જોરદાર ટક્કર

જેતપુર એક એવું શહેર છે જ્યાં ડાઇંગ ઉદ્યોગ સૌથી વધુ છે. 1970-90 જેતપુર સાડી ઉદ્યોગનો સુવર્ણ યુગ માની શકાય. આ ગાળામાં જેતપુર શહેરની સરખામણી દુબઇ સાથે થતી હોવાથી મીની દુબઇ એવું જેતપુરને ઉપનામ મળ્‍યું હતું.

Gujarat Gujarat Assembly Election 2022 Others
સિદ્ધપુર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે આવી ઘણી બેઠકો છે, જ્યાં ત્રિકોણીય મુકાબલો છે. જેતપુર વિધાનસભા બેઠક તેમાંથી એક છે. વાસ્તવમાં ભાજપે 2017માં આ સીટ જીતી હતી. પરંતુ, આ વખતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ મેદાનમાં છે. જેતપુર વિધાનસભા બેઠક ગુજરાતની મહત્વની વિધાનસભા બેઠક છે, આ વખતે જેતપુર વિધાનસભા બેઠકનું પરિણામ કયા પક્ષની તરફેણમાં આવશે તે કહેવું મુશ્કેલ છે.

2017માં 55.05 ટકા મતદાન થયું હતું.

જેતપુર બેઠક ગુજરાતના રાજકોટ જિલ્લામાં આવે છે. 2017માં જેતપુર વિધાનસભા બેઠક પર કુલ 55.05 ટકા મતદાન થયું હતું. 2017 માં, ભારતીય જનતા પાર્ટીના રાદડિયા જયેશભાઈ વિઠ્ઠલભાઈએ INC ના આંબલિયા રવિભાઈ જમનાદાસને 25581 મતોના માર્જિનથી હરાવીને બેઠક જીતી હતી.

જેતપુર વિધાનસભા બેઠક પર 1990થી ભાજપનો દબદબો છે, જેમાં 2012માં કોંગ્રસમાંથી જયેશ રાદડિયાએ ભારે બહુમતી સાથે જીત મેળવી હતી. બે મહિના બાદ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ફરી પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપમાંથી જયેશ રાદડીયાનો ભવ્ય વિજય થયો હતો અને આ બેઠક પર ભાજપે પોતાની પકડ મજબૂત બનાવી હતી.

વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં આ બેઠક કોંગ્રેસના ફાળે ગઇ હતી. કોંગ્રેસના જયેશ વિઠ્ઠલભાઇ રાદડિયા સામે ભાજપના જશુમતીબેન કોરાટનો 18033 મતે પરાજય થયો હતો. વિજેતા ઉમેદવાર જયેશ રાદડિયાને 85827 મત અને તેમના નિકટના હરીફ જશુમતિબેનને 67794 મત મળ્યા હતા.

વર્ષ 2018ના આંકડાઓ અનુસાર આ બેઠક પર કુલ 2,52,718 મતદારો નોંધાયા હતા. જેમાં અંદાજે 119815 મહિલા મતદારો અને 132901 પુરૂષ મતદારો નોંધાયા હતા. આ બેઠક પર જાતિવાદી સમીકરણોની વાત કરીએ તો જેતપુરમાં લેઉવા પટેલ, કોળી, કડવા પટેલ, આહીર, ક્ષત્રીય, માલધારી, બ્રાહ્મણ, ખાંટ, દલિત અને લઘુમતી સમાજનું પ્રભુત્વ છે. 100 ટકામાંથી 7 ટકા કોળી, 45 ટકા લેઉવા પટેલ, 13 ટકા દલિત, 7 ટકા લઘુમતી, 5 ટકા કડવા પટેલ, 5 ટકા ક્ષત્રિય અને અન્ય 18 ટકા મતદારો છે.

જેતપુર વિધાનસભા બેઠક પોરબંદર સંસદીય મત વિસ્તાર હેઠળ આવે છે. આ સંસદીય ક્ષેત્રના સાંસદ રમેશ ધડુક છે, જે ભાજપના છે. તેમણે INCના લલિત વસોયાને 229823 મતોથી હરાવ્યા.

છેલ્લા પાંચ દાયકાઓથી ધૂપ છાવમાંથી પસાર થઇને આજે પણ અડીખમ ઉભેલા જેતપુર શહેરનો સાડી ઉદ્યોગ કે જેને કારણે જેતપુર શહેરનું નામ દેશ-વિદેશમાં ગુંજી રહ્યું છે. જેતપુર એક એવું શહેર છે જ્યાં ડાઇંગ ઉદ્યોગ સૌથી વધુ છે. 1970-90 જેતપુર સાડી ઉદ્યોગનો સુવર્ણ યુગ માની શકાય. આ ગાળામાં શહેરની સરખામણી દુબઇ સાથે થતી હોવાથી મીની દુબઇ એવું જેતપુરને ઉપનામ મળ્‍યું હતું. આ સમય દરમ્‍યાન સમગ્ર દેશમાં ઔદ્યોગિક શહેર તરીકે જેતપુરનું નામ ગુંજતું હતું.

જેતપુર વિધાનસભા બેઠક પર અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીનું પ્રભુત્વ રહ્યું છે. જયેશ રાદડિયા અહીંથી કોંગ્રેસની ટિકિટ પરથી જીત્યા હતા. પરંતુ બાદમાં તેમણે પક્ષ પલટો કર્યો અને ભાજપની ટિકિટ પર લડ્યા અને જીત્યા. બાદમાં તેમને કેબિનેટમાં પણ સ્થાન મળ્યું હતું. આ વખતે જેતપુર બેઠક પર ત્રિપાંખિયો જંગ છે. કોંગ્રેસે દીપક વેકરિયા તો આમ આદમી પાર્ટીએ રોહિત ભૂવાને મેદાનમાં ઉતાર્યા છે.

આ પણ વાંચો:તકરાર જ્યારે સબંધોની ગાઠને વધૂ ગૂંચવે ત્યારે… ‘કપલ થેરાપી’

આ પણ વાંચો:ગુજરાતમાં CM યોગીની હુંકાર, વિપક્ષો પર સાધ્યું નિશાન, કહ્યું- ‘કોંગ્રેસે રામ મંદિર નિર્માણમાં કર્યો અવરોધ’

આ પણ વાંચો:અટલ બિહારી વાજપેયીનો ગુજરાત સાથે હતો ખાસ સંબંધ, આ ઘટનાએ તેમને ગાંધીનગરથી ચૂંટણી લડવા માટે કર્યા હતા મજબૂર