દિવસે ને દિવસે લોકો સીશીયલ મીડિયા તરફ આકર્ષાઈ રહ્યા છે કે પછી સોશિયલ મીડિયાનું ઘેલું લાગી ગયું છે… જેવી વાતો તો આપણે ઘણી સાંભળી છે અથવા કોઈને કહી પણ છે. હાલમાં જ સોશિયલ મીડિયામાં મોબાઈલ માં છોકરા અને છોકરીના સગપણની લગ્નની વિધિ થતી હોય તેવો વિડીયો પણ ઘણો જ વાઈરલ થઇ રહ્યો છે. ત્યારે આ બધાની વચ્ચે એક બેસણાનો મેસેજ પણ હવે ઉમેરાયો છે.
આજના ટેક્નોલોજીના યુગમાં માણસ લાગણીશૂન્ય બનતો જાય છે, સાંભળ્યું હતું, પણ જોયું પહેલી વાર. લોકો દિવસેને દિવસે ટેકનોલોજી તરફ આગળ વધી રહ્યા છે. ત્યારે હાલમાં જ એક પરિવારે સમયનો બગાડ અને ટ્રાન્સપોટેશન ખર્ચ બંનેના બચાવ માટે પોતાની માતાનું ટેલિફોનિક બેસણું રાખ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ ગુજરાતના બોટાદના અને મુંબઈમાં સ્થાયી થયેલા શાંતાબેન ઝાંઝરુકીયાનું 88 વર્ષની વયે 6 ફેબ્રુઆરીના રોજ અવસાન થયું હતું. શાંતાબેનના અવસાન પછી તેમના દીકરાઓએ લોકોના સમય અને પૈસાનો બગાડ ન થયા તે માટે ટેલિફોનિક બેસણાનું આયોજન કર્યું હતું.
આ બાબતે શાંતાબેનના દીકરાએ જણાવ્યું હતું કે આપણા પરિવારમાં કોઈનું અવસાન થાય તો બેસણાંમાં સગા સંબંધી મોઢું દેખાડે તેવો રીવાજ છે. લોકો દુર દુરથી આવતા હોય છે. અને ખાસ્સો સમય પણ બગડે છે તેથી ટેલિફોનિક બેસણું ગોઠવામાં આવ્યું છે. ટેલિફોનિક બેસણાંના કારણે લોકોનો સમય પણ ન બગડે અને દુરથી તેમને આવવું પણ ન પડે. અને ટેલિફોન પર વાત તે રૂબરૂ મુલાકાત સમાન જ છે. આ બેસણાંમાં 150 જેટલાં લોકોએ ટેલિફોન પર વાત કરી બેસણાંમાં હાજરી આપી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
