- ગાંધીબાગ ચોક બજાર ખાતે કરાઈ ઉજવણી
- ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ
- કાર્યક્રમમાં મેયર સહિતના હોદ્દેદારો ઉપસ્થિત
સુરત મહાનગરપાલિકા દ્વારા ગાંધી નિર્માણ દિવસ નિમિત્તે ગાંધીબાગ ચોક બજાર ખાતે આવેલી ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.તેમજ ભજનનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં મેયર સહિતના હોદ્દેદારો તેમજ મનપા કમિશનર અને શાળાના બાળકો જોડાયા હતા. ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે સૌપ્રથમ મનપાના મેયર તેમજ અન્ય હોદ્દેદારો તેમજ અધિકારીઓએ ગાંધીજીને વૈષ્ણવજન તો તેને રે કહીએ. અને મન એક બાર હરી બોલ…જેવા ભજનો દ્વારા ભાવાંજલિ આપવામાં આવી હતી.

સુરત મહાનગરપાલિકા દ્વારા ગાંધી નિર્માણ દિવસ નિમિત્તે ગાંધીબાગ ચોક બજાર ખાતે આવેલી ગાંધીજીની પ્રતિમા ખાતે ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ તેમજ ભજનનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મેયર સહિતના હોદ્દેદારો તેમજ મનપા કમિશનર અને શાળાના બાળકો પણ જોડાયા હતા.

સુરત મહાનગરપાલિકા દ્વારા ગાંધી નિર્વાણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભારતના રાષ્ટ્રપિતા ગાંધીજીના નિર્વાણ દિન નિમિત્તે સુરત મહાનગરપાલિકા દ્વારા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ અને ભજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના સુરતના મેયર હેમાલી બોઘાવાલા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પટેલ તેમજ અન્ય હોદ્દેદારો ઉપરાંત સુરત મહાનગરપાલિકા કમિશનર શાલીની અગ્રવાલ અને સુરત મનપાના અધિકારીઓ ઉપરાંત શાળાના બાળકો પણ જોડાયા હતા.

ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે સૌપ્રથમ મનપાના મેયર તેમજ અન્ય હોદ્દેદારો તેમજ અધિકારીઓએ ગાંધીજીને વૈષ્ણવ જન તો તેને રે કહીએ અને મન એક બાર હરી બોલ જેવા ભજનો દ્વારા ભાવાંજલિ આપવામાં આવી હતી. ત્યારબાદ ગાંધીજીની પ્રતિમાને પુષ્પ અર્પણ કરીને પુષ્પાંજલિ આપવામાં આવી હતી.
આ પણ વાંચો:દિલ્હીની તિહાડ જેલમાં રહી ચુક્યો છે પેપર લીકનો આરોપી કેતન બારોટ
આ પણ વાંચો:બોડેલીમાં દીપડાનો આતંક, બાળકને બનાવ્યો કોળીયો
આ પણ વાંચો:જુનિયર ક્લાર્ક પેપર લીક અંગે સરકાર એક્શનમાં, સરકાર લાવી શકે છે કાયદો
